Dance with Madhuri એપ ડાઉનલોડ કરો અને માધુરી પાસેથી ડાંસ શીખો

બુધવાર, 20 મે 2015 (14:07 IST)
બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત હવે ડાંસ ટીચર બની ચૂકી છે. હાલમાં જ  લોંચ થયેલી એક નવા 
મોબાઈલ એપથી હવે એ ડાંસ શિખવાડશે અને આ એપનું નામ છે " Dance with maadhuri" માધુરીને કહેવા મુજબ આ એપ સૌના માટે છે. આ પ્રસંગે તે સૌના માટે છે. જે ડાંસ શીખવા માં ગે છે કે પછી ડાંસના માધયમથી કસરત કરવા માંગે છે. એપ લોંચના પ્રસંગે માધુરી તેમના પતિ ડોકટ્યર શ્રીરામ નેને સિવાય ફિલ્મકાર સુભાષ ઘઈ , અભિનેતા જેકી શ્રોફ અને કોરિયોગ્રાફર સરોજ ખાન પણ હાજર હતા. 

 
માધુરીની હાલની ફિલ્મો "ગુલાબ ગેંગ" અને ડેઢ ઈશ્કિયા બોક્સ ઑફિસ પર કંઈ ખાસ બિઝનેસ કરી શકી નહોતી વર્ષ 2015માં પણ માધુરીની કોઈ ફિલ્મ નથી આવી રહી. એવામાં માધુરીએ ટીવીનો ઉપયોગ કર્યો અને "ઝલક દિખલા જા શો"માં જજ બની અને હવે તે ઓનલાઈઅ માધ્યમ બનવા જઈ રહી છે. 
 
માધુરીના પતિ ડોકટર નેનેએ  કહ્યું કે અમે આને ફેસબુક  જેવુ  બનાવવા માંગીએ છીએ. આ ફ્રી  છે અને તમે આના પર પ્રોફાઈલ પણ અપલોડ કરી શકો છો. જેના માધ્યમથી ડાંસર્સને જોબ મળી શકે છે. તો આ અંગે માધુરી કહે છે કે " ડાંસ વિથ માધુરી " એપ પર માત્ર હું નહી અનેક અન્ય કોરિયોગ્રાફર જેવા કે ટેરેંસ લુઈસ , એબીસીડી  વાળા સલમાન પણ હાજર છે અને છોકરાઓને ડાંસ શીખવાડશે. 
 
માધુરીના જણાવ્યાનુંસાર લોકો પોતાના ડાંસનો વિડીયો બનાવીને અપલોડ કરી શકે છે અને આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે , કોરિયોગ્રાફર તેમાં વિડીયો જોઈને સુધારવાની ટિપ્સ આપશે અને સારો ડાંસ કરશો તો તમે આ એપના માધ્યમથી ડાંસ ગ્રુપ માટે પસંદ થઈ શકો છો.
 
આની ખાસિયત એ છે કે તમે આમાં ફેસબુકની જેમ પ્રોફાઈલ બનાવી શકો છો અને યુટયુબની જેમ વિડીયો અપલોડ કરી શકો છો. ડાંસ વિથ માધુરીને હાલમાં એપ બજારમાં વધારે ડાઉનલોડ નથી મળ્યા પરંતુ કોઈ પણ નવી ચીજને સમજવામાં થોડો  સમય લાગે છે.  જલ્દી જ અમારો એપ લોકોને પસંદ આવશે. 

વેબદુનિયા પર વાંચો