#Cannes: એશ્વર્યાની ઉડી મજાક, Oops moment નો શિકાર થઈ

સોમવાર, 16 મે 2016 (10:54 IST)
બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા હાલ કાન ફિલ્મોત્સવમાં પોતાના ડ્રેસિંગને લઈને ચર્ચાનો વિષય બની છે. સતત 15 વર્ષોથી કાનમાં હાજરી આપનારી એશ્વર્યા રેડ કારપેટ પર Oops momentનો શિકાર થઈ ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે રેડ કારપેટ પર પોતાની ડિઝાઈનર ડ્રેસ સાથે એશ પરપલ લિપસ્ટિક લગાવીને કાન્સમાં જોવા મળી. આવામાં તેના લિપ કલરે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનાવી દીધો છે. 
 
એશ્વર્યાના લિપસ્ટિકના કલર ચોઈસને લઈને ટ્વિટર પર જોરદાર હંગામો થયો.  તમે તસ્વીરમાં એશ્વર્યાની લિપસ્ટિકનો રંગ જોઈને જાતે જ અંદાજ લગાવી શકો છો. એશ્વર્યાને છોડીને જો કોઈ સામાન્ય માણસ આ લિપસ્ટિક લગાવી લેતુ તો તેનુ શુ થતુ એ ભગવાન જાણે. 

વેબદુનિયા પર વાંચો