Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ આવ્યો સામે, કોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા નથી

શનિવાર, 20 નવેમ્બર 2021 (18:52 IST)
ક્રુઝ ડ્રગ્સ કેસ (Cruise Drug Case) માં હાઈકોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન આપ્યા છે. સાથે જ જામીન સંબંધિત બોમ્બે હાઈકોર્ટનો વિગતવાર આદેશ આવ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, એવા કોઈ પુરાવા નથી, જેનાથી જાણવા મળે કે આરોપીઓએ ગુનો આચરવાનો પ્લાન બનાવ્યો હતો. હાઈકોર્ટનું કહેવું છે કે આર્યન અને અરબાઝ મર્ચન્ટ સ્વતંત્ર રીતે મુસાફરી કરી રહ્યા હતા.
 
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે ફરિયાદ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ NDPS એક્ટ હેઠળ ગુનો કર્યાની કબૂલાત કરી છે. જો આ વાત સ્વીકારવામાં આવે તો પણ આ કેસમાં મહત્તમ સજા એક વર્ષની છે. આરોપીઓ લગભગ 25 દિવસથી જેલમાં છે. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી ન હતી જેથી નક્કી કરી શકાય કે કે શુ તેમણે સંબંધિત સંમયે ડ્રગ્સનું સેવન કર્યું હતું 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર