બેડરૂમ સીન કરતા શરમાઈ ગયો અભિનેતા અક્ષય રંગશાહી

મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (16:35 IST)
વિખ્યાત સર્જક અનિલ શર્મા ના ભાઈ અનુજ શર્મા દ્વારા નિર્મિત અને એમના ભાઈ સંજય શર્મા દ્વારા દિગ્દર્શિત બોલ્ડ રોમાંન્ટિક, મ્યુઝિકલ અને સેક્સી ફિલ્મ ઇશ્ક ઝનૂનઃ ધ હીટ ઈઝ ઓન 11 નવેમ્બર, 2016ના રિલીઝ થઈ રહી છે. જેમાં ઇન્દોર (મધ્ય પ્રદેશ)ના પોલીસ ડીએસપી અશોક રંગશાહીના પુત્ર અક્ષય રંગશાહી વીર નામનું પાત્ર ભજવી રહ્યો છે.અક્ષયને એની પહેલી જ ફિલ્મમાં હીરોઇન દિવ્યા સિંહ સાથે બેડરૂમ સીન આપવાનો હતો. સ્વાભાવિક છે કે ફિલ્મનો સીન હોય એટલે પૂરૂં યુનિટ હાજર હોય. સીન શરૂ થાય એ અગાઉ અક્ષયને પસીનો છૂટવા લાગ્યો અને શરીર ઠંડું પડી ગયું. શરમના માર્યા એનાથી કંઇ થઇ શક્યું નહીં. ત્યારે ફિલ્મના દિગ્દર્શક સંજય શર્માએ અક્ષયને શાંતિથી સમજાવવાની સાથે હિંમત આપી ત્યારે એ સીન શૂટ થયો. દિગ્દર્શકે ઓકે કહેતા અક્ષયના જીવમાં જીવ આવ્યો. જોકે આને કારણે અક્ષયમાં કોન્ફિડન્સ આવ્યો અને બાકીની પૂરી ફિલ્મ દરમ્યાન શરમાયા વગર કોઈ પણ પ્રકારના ખચકાટ વગર શૂટિંગ પૂરૂં કર્યું.

આ કિસ્સા અંગે અક્ષય રંગશાહી કહે છે કે," ફિલ્મના શૂટિંગ દરમ્યાન થયેલા અનુભવને હું જીવનભર ભૂલી શકીશ નહીં. સંજયજીએ મને ઘણો સપોર્ટ કર્યો, જેને કારણે હું આ કરી શક્યો. બેડરૂમ ને વાત કરવી સોકોને મજા આવે છે, પરંતુ બધા સામે આ પ્રકારની ભૂમિકા કરવી અને એક્ટિંગ કરવી ઘણી મુશ્કેલ છે. ખાસ કરીને તમે પહેલીવાર કેમેરાનો સામનો કરતા હો. જોકે ફિલ્મ ઘણી સારી બની છે અને આજના યુવા વર્ગને ઘણી પસંદ પડશે." 

વેબદુનિયા પર વાંચો