જસવંત ગાંગાણી કરશે ગુજરાતી ફિલ્મોમાં કમબેક,બેઝુબાં ઈશ્ક ફિલ્મ યૂટ્યૂબ પર 1 સપ્તાહમાં 5 લાખ લોકોએ જોઈ
ગુજરાતી ફિલ્મોમાં હીટ ફિલ્મો આપનાર લેખક દિગ્દર્શક જશવંત ગંગાણીએ 2001માં સુપરહીટ ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડુ નથી લાગતું બનાવી. ત્યાર બાદ માંડવા રોપાવો માણારાજ નામની ફિલ્મ દર્શકોને ખાસી પસંદ પડી. તેમણે ફરીવાર 2005માં મે તો પાલવડે બાંધી પ્રીત નામની ફિલ્મ આપી જે ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ સફળ રહેનારી ફિલ્મ નિષ્ણાંતોના મને ચર્ચાતી હતી. તે સિવાય 2001માં બનાવેલી ફિલ્મ મૈયરમાં મનડુ નથી લાગતુ આ ફિલ્મની સિક્વલ પણ 2008માં બનાવી તે પણ હીટ સાબિત થઈ. આ ફિલ્મ પરથી બોલિવૂડમાં વિવાહ નામની ફિલ્મ બની. જસવંત ગાંગાણીએ ગુજરાતી સહિત હિન્દી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો. તેમણે બેઝુબાં ઈશ્ક નામની હિન્દી ફિલ્મ બનાવી. આ ફિલ્મ રીલિઝ થવાની હતી ત્યારે ડીસ્ટ્રીબ્યુટર્સની પોલિટિકલ નીતિ તેમને ભારે પડી ગઈ હતી. કારણ કે એ સમયે હાઉસફુલ-2 અને તનું વેડ્સ મનું જેવી ફિલ્મો રીલિઝ થઈ હતી. જેથી જસવંત ગાંગાણીને બેઝુબાં ઈશ્ક માટે ખાસ શો ના મળ્યાં અને ફિલ્મ ખાસ કમાઈ શકી નહીં. પરંતું આજે એવું બન્યું કે તેમની ફિલ્મે યૂટ્યૂબ પર ધૂમ મચાવી દીધી. યૂટ્યૂબ પર માત્ર એક જ સપ્તાહના સમયગાળામાં આ ફિલ્મને 5 લાખથી વધુ લોકોએ જોઈ અને સારા પ્રતિભાવો પણ આપ્યાં.