બોલ્ડ લુકમાં જોવા મળી 'બેગમ જાન' ની આ અભિનેત્રી

શનિવાર, 8 એપ્રિલ 2017 (11:39 IST)
ટૂંક સમયમાં જ વિદ્યા બાલન સ્ટાર બેગમ જાનમાં જોવા મળનારી એક્ટ્રેસ પલ્લવી શારદાએ ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. તેમા તે નાવડીમાં સૂઈને સન બાથ લઈ રહી છે. તેણે વ્હાઈટ બિકિની સાથે હોટ પેટ્સ કૈરી કરી છે. ફોટો વિશે લખ્યુ, "Water nymphy... shot by director man @dontpanic79 in #mauritius"
 
પલ્લવીએ બોલીવુડમાં ડેબ્યૂ શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાન દ્વારા કર્યુ હતુ. આ ફિલ્મમાં તેમણે સાજિદા ખાનનુ પાત્ર ભજવ્યુ હતુ. ત્યારબાદ દસ તૌલા, વાકઅવે, લવ બ્રેકઅપ જીંદગી, હીરોઈન જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા.  એક એટ્રેસનના રૂપમાં તેમનુ કેરિયર ફ્લોપ રહ્યુ. તેમની બંને ફિલ્મો બેશરમ અને હવાઈજાદા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. 
ઓસ્ટ્રેલિયામાં ઉછરેલી પલ્લવીએ ક્લાસિકલ, ભાંગડા અને બોલીવુડ ડાંસમાં ટ્રેનિગ લીધી છે. પલ્લવી ફરવાની શોખીન છે. તેનુ સોશિયલ એકાઉંટ વેકેશનની ફોટોઝથી ભરેલુ છે. આ પિક્ચર્સમાં પલ્લવી બોલ્ડ અને સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. 

વેબદુનિયા પર વાંચો