આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર છવાય ગઈ છે. ફિલ્મની કમાણી દિવસો દિવસ વધતી જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મએ 3 દિવસમાં 44.57 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની રિપોર્ટ મુજબ ફિલ્મએ પહેલા દિવસે 10.05 કરોડ બીજા દિવસે 16.42 અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મએ 18.10 કરોડની કમાણી કરી છે. તો આ હિસાબથી ફિલ્મએ 3 દિવસમાં 44.57 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ હવે 50 કરોડથી બસ થોડીક જ દૂર છે.
આયુષ્યમાનની સૌથી મોટી ઓપનર ફિલ્મ પણ છે ડ્રીમ ગર્લ..
2019 - ડ્રીમ ગર્લ (10.05 કરોડ)
2018 - બધાઈ હો (7.35 કરોડ)
2019 - આર્ટિકઓ 15 (5.02 કરોડ)
2017 - શુભ મંગલ સાવધાન (2.71 કરોડ)
2018 - અંધાધૂન (2.70 કરોડ)
2017- બરેલી કી બર્ફી (2.42 કરોડ)
ફિલ્મમાં પૂજાના અવાજ માટે વૉઈસ ઓવર વિશે આયુષ્યમાને જણાવ્યુ કે આખી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પ્રિયંકા ચોપડાનો અવાજ સૌથી સુંદર છે. તેમણે કહ્યુ, મને લાગે છે કે પ્રિયંકા પાસે સૌથી સારો અવાજ છે. મને જો પૂછવામાં આવતુ તો પૂજાની અવાજ માટે હુ તેમનુ જ નામ બતાવતો. જોકે આ માટે અમે પહેલા તેમની ડેટ્સ માંગવી પડતી. અમે આ વિશે વિચાર્યુ હતુ પણ મારે માટે મારી જ અવાજ ડબિંગ કરવી સૌથી સારુ હતુ. એક એક્ટરના રૂપમાં તમે આ જ રીતે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ શકો છો.