પર્સનલ લાઈફ વિશે જાહેરમાં નથી કરતા વાત
અરિજીત સિંહે એકવાર 'ફિલ્મફેર'ને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નને મીડિયાની નજરથી દૂર રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. અરિજિત સિંહે કહ્યું હતું કે, 'અમે ઘણા સમય પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ હવે અમે એક કાર્યક્રમ સાથે તેને સાર્વજનિક કર્યા છે. મારા જીવનમાં ઘણી સમસ્યાઓ હતી. હું અલગ થવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. હું ઘણી બધી બાબતોમાંથી પસાર થયો છું. હું ફરીથી તે તબક્કામાંથી પસાર થવા માંગતો નથી, તેથી હવે તેના વિશે વાત નહી કરીએ.