ભારતની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં થઇ અનુષ્કા શર્મા સહિત આ મહિલાઓ

બુધવાર, 8 એપ્રિલ 2020 (17:50 IST)
અનુષ્કા શર્મા ભારતમાં સૌથી લોકપ્રિય અને વધુ વેતન પ્રાપ્ત કરતી અભિનેત્રી પૈકીની એક છે. બીડબલ્યુ બિઝનેસવર્લ્ડ દ્વારા ભારતની સૌથી પ્રભાવશાળી મહિલાઓની વાર્ષિક આવૃત્તિમાં આ બેજોડ અભિનેત્રીની અન્ય ઘણી પ્રતિભા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. લિંગ સમાનતા અને પ્રાણીઓના હકો સાથે વિવિધ ચેરિટી અને પ્રવૃત્તિઓ સાથે સંકળાવવા સાથે શર્મા એક સહજ ઉદ્યોગ સાહસિક પણ છે.
 
બીડબલ્યુ બિઝનેસવર્લ્ડે તાજેતરમાં તેની સૌથી પ્રભાવશાળી મહિલાઓની વાર્ષિક આવૃત્તિમાં 42 મહિલા અગ્રણીઓને સામેલ કરવામાં આવી છે કે જેમણે અર્થતંત્ર અને સમાજ ઉપર સકારાત્મક અસર પેદા કરી છે. આ વિશેષ ફીચરમાં વિવિધ ક્ષેત્રના મહિલાઓના જીવન ઉપર પ્રકાશ પાડે છે, જેઓ કોર્પોરેટ સેક્ટર, સરકાર, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આ એવાં અગ્રણીઓ છે કે જેમણે છેલ્લાં એક વર્ષમાં વિશેષ કરીને ભારતમાં બિઝનેસ અને આર્થિક ક્ષેત્રો ઉપર નોંધપાત્ર અસરો પેદા કરી છે.
 
અનુષ્કા શર્મા ઉપરાંત આ યાદીમાં દિપાલી ગોએન્કા સામેલ છે કે જેમણે વેલ્સ્પન ઇન્ડિયાનું નેતૃત્વ કરીને તેને નવી ઉંચાઇએ લઇ જવા ઉપરાંત ટકાઉપણાને પ્રોત્સાહન આપવા સાથે ઉદ્યોગમાં પરિવર્તન લાવ્યાં છે. પોતાની એસ્થેટિક સેન્સિબિલિટી માટે જાણીતા ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે. ભારતના સૌથી મોટા ફિમેડ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર પ્રાજક્તા કોલી કે જેઓ યુટ્યુબર ઉપર 4.9 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે તથા ઇન્સ્ટાગ્રામ ઉપર 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. એમએન્ડડે ડીલમાં નિપૂંણતા ધરાવતા અને દેશના અગ્રણી કોર્પોરેટ એટર્ની તથા જાણીતા કોર્પોરેટ વકીલ ઝિયા મોદી પણ તેમાં સામેલ છે.
 
આ ઇશ્યૂ મહિલા નેતાઓની ઉજવણી કરે છે કે જેઓ પડકારોનો સામનો કરીને પોતાની પસંદગીના પ્રોફેશનમાં ટોચના સ્તરે પહોંચ્યાં છે. એમઆઇડબલ્યુ (મોસ્ટ ઇન્ફ્યુઅન્સલ વુમન)માં સામેલ થવા સાથે આ મેગેઝિનમાં કોવિડ-19 અંગે પણ જાણકારી પ્રદાન કરાઇ છે. અગ્રણી લોકોએ આ મહામારીની આર્થિક અસરોનું વિશ્લેષણ કરવા માટે આ ફીચરમાં યોગદાન આપ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર