લગ્નનો વિચાર માંડી વાળ્યો છે, પ્રેમ પાછો મળ્યો છે - સલમાન ખાન

શનિવાર, 4 જુલાઈ 2015 (16:58 IST)
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ ભલે લાંબા સમયથી પોતાની પસંદગીના એક્ટરને વિવાહના બંધનમાં બંધાતા જોવા માંગતા હોય પણ સલમાન હાલ લગ્ન કરવાના મૂડમાં નથી.  જો કે તેઓ પ્રેમમાં પુર્ણ વિશ્વાસ ધરાવે છે. જ્યારે પણ સલમાન ખાનને લગ્ન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તે જુદો જ જવાબ લઈને આવે છે. તાજેતરમાં જ તેમણે કહ્યુ હતુ કે તેઓ અરેંજ મેરેજ માટે પણ વિચાર કરી શકે છે. પણ જ્યારે વીતેલી રાત્રે તેમને પૂછવામાં આવ્યુ કે તેઓ કોઈ યુવતીમાં કયા ગુણોને શોધે છે તો તેમણે કહ્યુ, લગ્નનો વિચાર માંડી વાળ્યો છે.  પ્રેમ પરત ફરી રહ્યો છે. 
 
સલમાનની લવ લાઈફ કાયમ ચર્ચાઓમાં રહી છે. પછી ભલે તે સોમી અલીથી લઈને સંગીતા બ્રિજલાની સાથે તેમનો પ્રેમ સંબંધ રહ્યો હોય કે પછી એશ્વર્યા રાયથી લઈને કટરીના કેફ સાથે તેના સંબંધોની ચર્ચાઓ રહી હોય. 
 
ઉલ્લેખનીય છે કે સલમાન પોતાની આગામી ફિલ્મ બજરંગી ભાઈજાનના ગીત આજ કી પાર્ટીના લોંચના અવસર પર બોલી રહ્યા હતા. કબીર ખાનના નિર્દેશનમાં સલમાનના હોમ પ્રોડ્ક્શનની આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.  
 
સલમાનની એક વધુ હોમ પ્રોડક્શન ફિલ્મ હીરો ચાર સપ્ટેમ્બરના રોજ રજૂ થશે. આ દિવસે કટરીના અભિનેતી ફૈંટમ પણ રજુ થશે. બોક્સ ઓફિસ પર બંને ફિલ્મોની ટક્કાર વિશે સલમાને કહ્યુ, 'તે મતલબ કટરીનાની ફિલ્મ પણ અમારી જ ફિલ્મ છે.' 
 
હીરો એક એક્શન ફિલ્મ છે. જેનુ નિર્દેશન નિખિલ અડવાણી કરી રહ્યા છે. આ 1983માં આ નામથી આવેલ સુભાષ ઘઈને એફિલ્મની રિમેક છે.  જેમા જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રીની મુખ્ય ભૂમિકા રહી હતી. આ ફિલ્મની રીમેકમાં સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટી અભિનય કરશે. સલમાને ગઈકાલે સાંજે ટ્વિટર પર હીરોનુ પ્રથમ લુક શેર કર્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો