કૃતિ સેનનને કિસ પર દિપીકાનું રિએક્શન - 'KISS' તો દૂર ની વાત.. અમારા સમયે સીતા બનેલી અભિનેત્રીને હગ પણ નહી...

શુક્રવાર, 9 જૂન 2023 (13:53 IST)
કૃતિ સેનન (Kriti Sanon) હાલ એક કૉંટ્રોવર્સીને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી હાલ પોતાની અપકમિંગ ફિલ્મ આદિપુરૂષ (Adipurush)ના પ્રમોશનમાં લાગી છે. જેમા તે માતા સીતાનુ પાત્ર કરતી જોવા મળશે.  આ પાત્રમાં કૃતિ ખૂબ સારી લાગી રહી છે.  પણ તાજેતરમાં કંઈક એવુ થઈ ગયુ કે તે ટ્રોલ્સના નિશાને આવી ગઈ. કા રણ હતુ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત્  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૃતિ સેન અને  ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત જ્યારે મંદિરમાં મળ્યા તો તેમણે અભિનેત્રીને ગળે ભેટીને કિસ કર્યુ. આ પૂરી ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ અને જેવો આ સામે આવ્યો કે સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ.  યૂઝર્સે આને ધાર્મિક ભાવનાઓને આધાત આપનારી ઘટના બતાવતા અભિનેત્રીને ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ. 
 
રામાનંદ સાગરની 'રામાયણ'માં 'માતા સીતા'નું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પણ કૃતિ સેનન અને ઓમ રાઉતના આ વીડિયો પર સર્જાયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી છે. દીપિકા ચિખલિયાએ એક ખાનગી ચેનલ સાથેની  વાતચીતમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને તેણે કૃતિ સેનન અને ઓમ રાઉતના વીડિયોની પણ નિંદા કરી હતી. ચાલો જાણીએ આ સમગ્ર મામલે દીપિકાનું શું કહેવું છે.

 
કૃતિ અને ઓમ રાઉતના વીડિયો પર વાત કરતા દીપિકા ચિખલિયા કહે છે કે મને લાગે છે કે આજકાલના સ્ટાર્સ સાથે એક ખૂબ મોટી સમસ્યા છે અને એ તે છે કે તેઓ ન તો પાત્રમાં ઘુસે છે અને ના તો તેના ઈમોશનને સમજી શકે છે. તેમને માટે રામાયણ કદાચ એક ફિલ્મ માત્ર જ હશે.  કદાચ જ  આ સ્ટાર્સે આ ફિલ્મમાં પોતાની આત્માને પણ ઓતપ્રોત કરી હશે.  કૃતિ આજની જનરેશનની અભિનેત્રી છે. આજના સમયમાં ગળે ભેટવુ  કે કિસ કરવુ એક સ્વીટ જેસ્ચર માનવામાં આવે છે.  તેમણે ક્યારેય ખુદને સીતા સમજી જ નહી હોય. 
 
દીપિકા આગળ કહે છે કે આ ફક્ત ને ફક્ત ઈમોશનની વાત છે. મે સીતાજીના પાત્રને જીવ્યુ છે પણ આજની અભિનેત્રીઓ તેને ફક્ત એક રોલ સમજે છે.   ફિલ્મ પુરી થયા બાદ તેમને તેનાથી કોઈ ફરક નથી પડતો.  અમારા સેટની વાત કરીએ તો ત્યારે કોઈની એટલી પણ હિમંત નહોતી કે તે મારુ નામ લઈને બોલાવી શકે.  જ્યારે અમે સેટ પર અમારા પાત્રમાં રહેતા ત્યારે અનેક લોકો તો આવીને પગે પડતા હતા. એ સમય જ અલગ હતો. 
 
તે સમયે અમને લોકો અભિનેતા નહી પણ  ભગવાન સમજતા હતા. તેથી કોઈને કિસ કરવું એ તો દૂરની વાત છે, અમે કોઈને ગળે ભેટી પણ શકતા નહોતા. આદિપુરુષની રિલીઝ બાદ તમામ કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ જશે. એવું પણ બને કે તે પોતાનું પાત્ર ભૂલી જાય, પણ આપણા સમયમાં એવું નહોતું. અમારી સાથે ભગવાન જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. એવું લાગતું હતું કે જાણે અમે ખરેખર ભગવાન છીએ અને ઉપરથી આવ્યા છીએ. આ જ કારણ છે કે અમે ક્યારેય એવું કંઈ કર્યું નથી જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર