અનેક મોટા કલાકારોને એક્ટિંગ શિખવાડનારા રોશન તનેજાનુ નિધન, શોકમાં ડૂબ્યુ બોલીવુડ

શનિવાર, 11 મે 2019 (16:55 IST)
જાણીતા ફિલ્મ કલારાઓને અભિનયના ગુર શિખવનારા એક્ટિંગ ગુરૂ રોશન તનેજા (Roshan Taneja)નુ નિધન થઈ ગયુ છે. આ માહિતી તેમના પરિવારના સભ્યએ આપી છે. 87 વર્ષીય રોશન એ ફિલ્મ જગતના શબાના આઝમી, નસીરુદ્દીન શહ, જયા બચ્ચન, અનિલ કપૂર અને શત્રુધ્ન સિન્હા જેવા દિગ્ગજ કલાકારોને અભિનયની બારાખડી શિખવાડી હતી. રોશનના પુત્ર રોહતિ તનેજાએ શનિવારે સવારે જણાવ્યુ કે મારા પિતાનુ શુક્રવારે રાત્રે 9.30 વાત્યે જ નિધન થઈ ગયુ. તેઓ લાંબી બીમારીથી લડી રહ્યા હતા. 
 
શબાનાએ શોક પ્રગટ કરતા ટ્વીટ કર્યુ. ગઈ રાત્રે રોશન તનેજાના નિધનના દુખદ સમાચાર મળ્યા. તેઓ એફટીઆઈઆઈમાં મારા ગુરૂ અને એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમને હુ પગે પડતી હતી. 

 
અભિનેતા રાકેશ બેદીએ લખ્યુ મારે માટે ખૂબ જ દુખદ દિવસ. મારા ગુરૂ રોશન તનેજાનુ ગઈકાલે અવસાન થયુ.મારા કેરિયરને બનાવવા માટે હુ તેમનો આભારી છુ. 
 
રોશનના પરિવારમાં પત્ની મીથિકા અને બે પુત્ર રોહિત અને રાહુલ છે. સાંતાક્રૂઝ વેસ્ટના વિદ્યુત સ્મશાનગૃહમા સાંજે 4.30 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.  તેઓ કલાકારોને 1960ના દસકાથી અભિનયના ગુર શિખવાડી રહ્યા હતા. તેમની શરૂઆત એફટીઆઈઆઈ પુણેથી થઈ હતી. ત્યારબાદ તેમને મુંબઈમાં રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગનો પાયો નાખ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર