બૉલીવુડમાં મિસ્ટર પરફેકનિસ્ટ કહેવાતા એક્ટર આમિર ખાન (Aamir Khan)ની દીકરી આઈરા ખાન (Ira Khan) સોશિયલ મીડિયા પર હમેશા તેમના ફોટા અને વીડિયો શેર કરે છે. આયરાના ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. આયરા તેના અંગત જીવન સાથે જોડાયેલી પોસ્ટ પણ કરે છે અને આ દરમિયાન તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે. આયરાએ તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી હોવાના અહેવાલ છે. આયરાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો બોયફ્રેન્ડ તેને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં અને રિંગ પહેરાવીને પ્રપોઝ કરી રહ્યો છે.