હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ફિલ્મકાર રવિ ચોપડાનું નિધન

ગુરુવાર, 13 નવેમ્બર 2014 (11:39 IST)
રવિ ચોપડા મુંબઈમા બ્રીચ કેંડી હોસ્પિટલમાં બુધવારે તેમને ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. રવિ ચોપડા 68 વર્ષના હતા. 
તેઓ જાણીતી દૂરદશન સીરિયલ મહાભારત માટે સૌથી વધુ ચર્ચિત રહ્યા. 
 
ટીવી સીરિયલમાં દ્રોણાચાર્યની ભૂમિકા ભજવનાર સુરેન્દ્ર પાલે કહ્યુ. 'તેઓ અમારા ભાઈ જેવા હતા. મહાભારતના શૂટિંગ દરમિયાન સેટ પર તેમનો રવૈગ્યો તેમનો મૈત્રીપુર્ણ વ્યવ્હાર રહેતો હતો કે બધા કામ તેમને સુચારુ રૂપે થતા ગયા. મે અત્યાર સુધી તેમના જેવા સારા માણસ જોયા નથી. તેઓ એટલા સારા હતા કે કોઈ વાત પર અમને લડતા તો અમે હસી પડતા હતા. 
 
મહાભારતમાં શકુનિની ભૂમિકા ભજવનાર ગુફી પેંટલે કહ્યુ. આટલી ઉર્જાથી ભરેલ માણસને તેના અંતિમ દિવસોમાં બીમારી સાથે લડતા જોવા તકલીફદાયક હતુ. મહાભારતના શૂટિંગ દરમિયાન પિકનિક જેવુ વાતાવરણ રહેતુ. અમે બધા શૂટિંગના છેલ્લા દિવસે રડી રહ્યા હતા. અમને લાગતુ હતુ કે મહાભારત કાયમ ચાલતુ રહે. આ બધુ રવિ ચોપડાને કારણે શક્ય બન્યુ. 
 
રવિ ચોપડાએ બાગવાન સહિત અનેક સફળ ફિલ્મો બનાવી 
 
આ ઉપરાંત રવિ ચોપડાએ અમિતાભ બચ્ચનની જમીર, બાગવાન અને બાબુલ સહિત ધ બર્નિંગ ટ્રેન અને મજદૂર જેવી સફળ ફિલ્મોનુ નિર્દેશન કર્યુ હતુ.  તેઓ જાણીતા નિર્માતા નિર્દેશક બી આર ચોપડાના પુત્ર અને યશ ચોપડાના ભત્રીજા  હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ફેફ્સાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો