હવે મોદીને લઈને બોલીવુડમાં પણ વાકયુદ્ધ

ગુરુવાર, 17 એપ્રિલ 2014 (15:50 IST)
બૉલીવુડમાં પણ ચૂંટણીને લઇને પ્રથમ વાર બે જૂથ બન્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં કેટલાક વરિષ્ઠ લોકો દેશનાં સેક્યુલર પાયાને  બચાવવા માટે સમજી વિચારીને વોટ કરવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે કેટલીક ફિલ્મી હસ્તીઓ મોદીને વોટ કરવાની અપિલ કરી રહી છે.
 
ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરે તેનો વિરોધ કર્યો છે. ભંડારકરે કહ્યુ કે આ ખોટી બાબત છે. ઇન્ડસ્ટ્રી સેક્યુલર જગ્યા છે. જ્યા આ પ્રકારે કોઇનો વિરોધ યોગ્ય નથી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડિવાઇડ કરવા માટે આ કામ થઇ રહ્યુ છે. સાથે ભંડારકરે મોદીને વોટ આપવાની અપિલ કરી.
 
જ્યારે અનુપમ ખૈર નરેન્દ્ર મોદીનાં સમર્થનમાં આવ્યા. અનુપમ ખૈરે ટ્વીટ કરીને શ્રેષ્ઠ ભારત માટે નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપિલ કરી. નોંધનીય છે કે ચંદીગઢ બેઠક પરથી અનુપમની પત્ની કિરણ ખૈર ઉમેદવાર છે.

વેબદુનિયા પર વાંચો