હવે કન્નડ ફિલ્મમાં સનીની ધમાલ કરશે આઈટમ સોંગ

મંગળવાર, 5 ઑગસ્ટ 2014 (15:03 IST)
. તમિલ અને તેલુગુ ફિલ્મમાં આઈટમ દ્વારા ધમાલ મચાવ્યા બાદ બોલીવુડની બેબી ડોલ સની લિયોન હવે કન્નડ ફિલ્મમાં આઈટમ નંબર કરવા જઈ રહી છે. સની કન્નડ ફિલ્મ "ડીકે"માં આઈટમ સોંગ કરશે. 
 
 
એવુ કહેવાય છે કે આ એક લોકગીત છે. આ ગીતના  બોલ છે. સેશમ્મા સેશમ્મા. સની છેલ્લા ત્રણ દિવસથી આ ગીતનુ શૂટિંગ કરી રહી છે. આ ગીત માટે એક વિશેષ સેત બનાવવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓનુ માનવુ છે કે આ ગીતને દર્શકો ખૂબ જ પસંદ કરશે. 
 
સની હાલમાં તમિલ ફિલ્મો વડાકરીના એક વિશેષ ગીતમાં જોવા મળી હતી.  સનીએ તેલુગુ ફિલ્મ કરંટ થીમાનુ આઈટમ નંબરનુ શૂટિંગ પણ પુર્ણ કરી લીધુ છે. 
 
વર્ષ 2012માં રજૂ થયેલ ફિલ્મ જીસ્મ 2થી બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરનારી સની લિયોન લૈલા બેબી ડોલ અને પિંક લિપ્સ જેવા અનેક આઈટમ નંબર સોંગ કરી ચુકી છે.  
 

વેબદુનિયા પર વાંચો