સની લિયોન સમાજના નગ્ન સત્યનો ઘટસ્ફોત કરશે.

બુધવાર, 23 જુલાઈ 2014 (16:55 IST)
બિગબોસમાં પોતાના નખરાં બતાવ્યા બાદ મહેશ ભટ્ટ દ્વ્રારા બોલીવુડમાં પ્રવેશનારી બેબી ડોલ સની લિયોન આજે ભારતભરમાં જાણીતી થઈ ગઈ છે. પહેલાં માત્ર એડલ્ડ ફિલ્મો કરતી સનીની ફિલ્મો ભારતના થિયેટરમાં રજૂ થાય છે. 
 
બોલીવુડની બેબી ડોલ હવે સિલ્વર સ્ક્રીન પર સશક્ત મહિલાનું પાત્ર નિભાવવા જઈ રહી છે. વર્ષ 2012માં પ્રદર્શિત થયેલી ફિલ્મ  જિસ્મ 2 દ્વ્રારા એડલ્ડ ઈંડસ્ટ્રીમાંથી બોલીવુડ ઈંડસ્ટ્રીમાં બીજી ઈનિંગ શરૂ કરનારી સની લિયોને જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં તેની છબી બોલ્ડ અને ગ્લેમરસ રહી છે. 
 
સની હવે તેની આ છબી બદલવા માંગે છે અંને તે શક્ત મહિલાનું પાત્ર નિભાવવા જઈ રહી છે. એવું કહેવાય છે કે સની લિયોને આવતી ફિલ્મસના બેનર હેઠળ બનતી તેરા બેઈમાન લવ સાઈન કરી છે. 
 
આ ફિલ્મમાં સની લિયોન એક એવી મહિલાનું પાત્ર ભજવવા જઈ રહી છે જે જિંદંગી પોતાની શરતો પર જીવવા માંગતી હોય છે એવું કહેવાઈ રહ્યું છે કે સનીનો આ રોલ સમાજના કડવા સત્ય પરથી પડદો ઉઠાવશે. 
 
ફિલ્મનું નિર્માણ રાજીવ ચૌધરી કરી રહ્યા છે. થોડા દિવસોમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
  
 

વેબદુનિયા પર વાંચો