સની લિયોનનું આઈટમ સોંગ... લૈલા તેરી લે લેગી..

સોમવાર, 25 માર્ચ 2013 (15:21 IST)
P.R

સની લિયોન જો આઈટમ નંબર કરે તો તમે વિચારી શકો છો કે તે કેવુ હશે. લોકોની આ આશાને તે તોડતી નહ્તી. તેના પ્રથમ આઈટમ નંબરના સોંગના બોલ છે 'લૈલા તેરી લે લેગી... ' હવે આ શબ્દો કેટલા અશ્લીલ છે તેનો નિર્ણય તમારા પર છે. આ ગીતમાં સની દેશી ગોરી બની સેક્સી મૂવ કરતી જોવ મળશે.

P.R

થોડા દિવસ પહેલા શૂટઆઉટ એટ વડાલાના આ આઈટમ સોંગની લોંચિગ થઈ. સની પીળા ચણિયાચોળીમાં આવી. ડ્રેસમાં પણ તે આકર્ષક લાગી રહી હતી. તે નર્વસ અને ઉત્સાહિત લાગતી હતી. નર્વસ તે એટલા માટે થઈ કે તેને ત્યાં હાજર લોકો વચ્ચે ડાંસ કરવાનો હતો અને ખુશી એ વાતની કે આ તેનુ પ્રથમ આઈટમ સોંગ હતુ.

P.R

સની જણાવે છે કે તેણે ક્યારેય નહોતુ વિચાર્યુ કે એક દિવસ તે આઈટમ સોંગ પણ કરશે. ઘણા નિર્માતાઓ તેને પોતાની ફિલ્મમાં નચાવવા માંગતા હતા, પણ તેણે બધાને ના પાડી દીધી હતી. શૂટઆઉટ એક વડાલાના નિર્માતાઓમાં એકતા કપૂર પણ છે તેથી તે એકતાને ના ન પાડી શકી.

P.R

ફિલ્મ સાથે સંકળાયેલ લોકો જણાવે છે કે સની આ આઈટમ સોંગમાં ગજબની દેખાઈ છે. જ્યારે સિનેમાહોલમાં આ ગીત આવશે તો લોકો તાળીઓ અને સીટીઓથી હોલ ગજાવી દેશે.

P.R

સની પોતાના દિલની વાત બતાવતા કહે છે કે તે સલમાન ખાન અને રણબીર કપૂર સાથે રોમાંસ કરવા માંગે છે, રિયલ લાઈફમાં નહી પણ રીલ લાઈફમાં. આશા કરીએ કે તેની આ ઈચ્છા પૂરી થાય.

વેબદુનિયા પર વાંચો