શાહરૂખ ઈઝ મોસ્ટ વેલકમ ઈન બિગ બોસ - સલમાન ખાન

P.R
.

બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનનુ કહેવુ છે કે શાહરૂખ ખાન તેમના શો બિગ બોસમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે આમંત્રિત છે. સલમાને બિગ બોસ શો ના લોંચ હોવાના પ્રસંગે કહ્યુ કે બેશક શાહરૂખ પોતાની ફિલ્મના પ્રમોશન માટે બિગ બોસમાં આમંત્રિત છે અને અહી આવી શકે છે. શાહરૂખ ઈઝ મોસ્ટ વેલકમ.

ઉલ્લેખનીય છે કે બિગ બોસ સીઝન 7 માં સલમાન ખાન હોસ્ટની ભૂમિકા ભજવી રહ્યા છે. આ શો કલર્સ ચેનલ પર 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. સલમાન આ શો ની ઓળખ બની ચુક્યા છે. છેલ્લા 4 સીઝનથી સલમાન આ શો ને હોસ્ટ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો