વોટ્સએપ પર જોવા મળશે 'હેપી ન્યુ ઈયર' નું ટ્રેલર

મંગળવાર, 12 ઑગસ્ટ 2014 (16:15 IST)
બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'હેપી ન્યુ ઈયર'  નું ટ્રેલર લોકો વોટ્સ એપ પર જોઈ શકે છે. શાહરૂખ ખાન પોતાની કોઈપણ ફિલ્મ માર્કેટિંગ અને પ્રમોશનમાં કોઈ કસર નથી છોડતા. પોતાની આવનારી ફિલ્મ હેપી ન્યુ ઈયર માટે તેઓ એક યુનિક આઈડિયા લઈને આવ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો વોટ્સ એપ પર પણ જોઈ શકે છે.  એવુ પહેલીવાર થશે કે જ્યારે કોઈ ઈંડિયન ફિલ્મનું ટ્રેલર વોટ્સ એપ દ્વારા યુઝર્સને મોકલવામાં આવશે. આનુ ટ્રેલર 14 ઓગસ્ટના રોજ લોંચ કરવામાં આવશે.  
 
એવુ કહેવાય છે કે આ ફિલ્મને પ્રમોટ કરવા માટે શાહરૂખ ફિલ્મની યુનિટ સાથે યુકે યુએસ અને બીજા દેશોમાં પણ જશે. એ માટે તેઓ આવતા મહિને રવાના થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફરાહ ખાનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ હેપી ન્યુ ઈયરમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિક પાદુકોણ, અભિષેક બચ્ચન સોનુ સુદ, વિવન શાહ અને બોમન ઈરાનીની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ દિવાળી સમયે 24 ઓક્ટોબરના રોજ રજૂ થશે. 

વેબદુનિયા પર વાંચો