લોકોએ માનસિકતા બદલવી જોઈએ કે છોકરીઓ બોજ નથી - પ્રિયંકા ચોપડા

શનિવાર, 26 એપ્રિલ 2014 (17:09 IST)
ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું માનવું છે કે ભારતમાં લોકોએ તેમની માનસિકતા બદલવાની જરૂર છે. તેમણે છોકરીઓને બોજ ન સમજવી જોઈએ. આઈફા સમારોહના ત્રીજા દિવસે ગર્લ રાઈઝિંગ પ્રોજેક્ટમાં ભાગ લેતી વખતે તેણે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ અવસર પર જાણીતી અભિનેત્રી શબાના આઝમી પણ હાજર રહી હતી.
 
પ્રિયંકાએ કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, છોકરીઓને ભણાવવી ન જોઈએ. કેમકે તેઓ લગ્ન કરીને અન્ય પરિવારમાં ચાલી જાય છે. એક છોકરાને ભણાવવામાં આવે છે, કારણકે તે પરિવાર માટે કમાણી કરે છે. આ ખરેખર અંચબિત કરી દેનાર છે. 
 
મને લાગે છે કે ભારતમાં લોકોએ તેમની માનસિકતા બદલવી જોઈએ કે છોકરીઓ બોજ નથી. હું ભાગ્યશાળી છું કે મને એ પસંદ કરવાનો મોકો મળ્યો છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. આપણે બધાએ છોકરીઓના ભવિષ્યનું સમર્થન કરવું જોઈએ. 31 વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે કેટલીક જાણીતી હસ્તિઓએ પોતાના વ્યસ્ત સમયમાંથી કેટલોક સમય નિકાળીને સમાજ માટે કઈંક કરવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો