રામગોપાલ વર્માએ ભગવાન ગણેશની મજાક ઉડાવી

શનિવાર, 30 ઑગસ્ટ 2014 (15:26 IST)
મુંબઈ 
 
પોતાની ફિલ્મ કરતાં વિવાદિત નિવેદન કે ટ્વિટ દ્વ્રારા ચર્ચામાં રહેવા જાણીતા રામગોપાલ વર્માએ વધુ એક વિવાદ ઉભો કર્યો છે. ગણેશ ચતુર્થીમા અવસર પર ફિલ્મકાર રામગોપાલ વર્માએ ટ્વિટ દ્વ્રારા ભગવાન ગણેશને લઈને કેટલાંક અણિયામાં સવાલ ઉભા કર્યા હતાં. 
 
રામુના સવાલ જોતા તેનો હેતું  ગણેશજીની મજાક ઉડાવવાનો હોય તેવું સ્પષ્ટ થાય છે. રામુએ લોકોને ગણેશ ચતુર્થીની શુભકામના પોતાની અનોખી રીતે પાઠવી હતી. તેણે ટ્વિટ કર્યું હતું કે ,જે ખુદ પોતાનું માથું ન બચી શકયા તે બીજાનું  માથું કેવી રીતે બચાવી શકશે. ખેર મૂર્ખાઓને ગણપતિ દિવસની વધાઈ. 
 
આ ટ્વિટ બાદ વર્માએ એક બાદ એક ઘણા ટ્વિટ કરીને ગણેશ અંગે સવાલ પૂછ્યા હતાં. તેના ટ્વિટ પર એક નજર કરીએ..
 
ગણેશે એવું તો શું કર્યું તેના ભાઈ કુમાર નહી શક્યા અને માત ગણેશ ભગવાન બન્યા ? શું એવા માટે કે કુમારે ગણેશની જેમ પોતાનું માથું કપાવ્યું  નહોતું ?
 
શું કોઈ મને જણાવશે જે ગનેશ આજના જન્મયા હતાં કે પછી આજના દિવસે તેના પિતાએ તેનું માથું વાઢી નાખ્યું હતું.ભગવાન ગણેશ પોતાના હાથથી ખાય છે કે સૂંઢથી ?
 
હું ભગવાન ગણેશના ભક્તો પાસેથી જાણવા માંગીશ કે વર્ષોથી જેઓ ગણેશજીની પૂજા કરી રહ્યા છે તેમના કેટલા દુખ દૂર ગણેશે કર્યા. 
 
રામગોપાલના આવા પ્રશ્નોથી બોલીવુડ સહિત બાપાના ભક્તો નારાજ થયા છે અને રામગોપાલ સામે શું કાર્યવાહી કરવી તે વિચારવા લાગી  ગયા છે. 





વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો