મિત્રોની મદદ માટે હંમેશા આતુર:જૉન

વેબ દુનિયા

શુક્રવાર, 20 માર્ચ 2009 (16:38 IST)
જૉન અબ્રાહમ પોતાના મિત્રોની મદદ માટે હમેશા તૈયાર રહે છે. તેમના મિત્ર સબલ શેખાવત જેણે જૉનને મોડલ બનવા માટે પ્રથમ તક આપી હતી તે એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં જૉન ન તો માત્ર અભિનય કરી રહ્યાં છે પરંતુ તેને કો-પ્રોડ્યૂસ પણ કરી રહ્યાં છે.

આ ઉપરાંત ટીવી 18 માં પણ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનું છે. બન્ને કેટલીય જાહેરાતોમાં સાથે કામ કરી ચૂક્યાં છે પરંતુ ફિલ્મમાં પ્રથમ વખત સાથે રહેશે. સબળ કેટલાયે મોટા 'સ્ટાર્સ' આમિર ખાન, રિતિક રોશન અને કૃણાલ કપૂર સાથે વિજ્ઞાપનોમાં કામ કરી ચૂક્યાં છે.

વેબદુનિયા પર વાંચો