હાઈ-વે અને 2 સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં કામ કરીને આલિયા ઘણી પ્રશંસા મેળવી ચુકી છે. સુશાંત અને આલિયા ઉપરાંત આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન. જોન અબ્રાહમ. ગૌતમ ગુલાટી અને આફતાબના કામ કરવાની પણ ચર્ચા છે. એવુ કહેવાય રહ્યુ છે કે ફવાદને વિરાટ. ગૌતમ ગુલાટીને ઝહીર અને આફતાબને જોગિન્દર શર્માનુ પાત્ર આપવામા આવશે.
ધોની પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન નીરજ પાંડે કરશે. નીરજ પાંડે આ પહેલા 'એ વેડનેસ ડે' અને 'સ્પેશ્યલ - 28 ' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુક્યા છે. ફિલ્મ 2015મા ટોકિઝમાં રજુ થશે. ફિલ્મનુ પોસ્ટર 25 સપ્ટેમ્બરના રોજ રજુ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટરમાં સુશાંત પોતાના ખભા પર બેટ ઉઠાવી છે. અને તેમની જર્સી પર અંગ્રેજીમાં ધોની લખ્યુ છે.