બોક્સ ઓફિસ પર 2 સ્ટેટ્સની ધમાલ

મંગળવાર, 22 એપ્રિલ 2014 (10:25 IST)
2 સ્ટેટ્સના નિર્માતા નિર્દેશક અને કલાકારોએ પણ નહી વિચાર્યુ હોય કે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાના પ્રથમ વીકેંડમાં આટલો દમદાર બીઝનેસ કરશે. ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સાહ હતો પણ આ ઉત્સાહ આવો હશે એ કોઈએ વિચાર્યુ નહોતુ. ટ્રેડ પંડિતોનુ અનુમાન હતુ કે ફિલ્મ પહેલા દિવસે પાંચ કરોડ રૂપિયાની આસપાસનો બિઝનેસ કરશે.  પણ પહેલા દિવસે ફિલ્મએ 12.42 કરોડ રૂપિયા કલેક્ટ કર્યા.  એવુ પણ કહેવાય છે કે ગુડ ફ્રાઈડેની રજાનો ફિલ્મને લાભ મળ્યો. બીજા દિવસે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હાઉસફુલ રહી અને શનિવારે 12.13 કરોડ એકત્ર કર્યા. રવિવારે આશા કરતા થોડો ઓછો બિઝનેસ રહ્યો. પણ 13.51 કરોડ રૂપિયાનુ કલેક્શન સારુ કહી શકાય. 

આલિયા ભટ્ટ અને અર્જૂન કપૂરની ફિલ્મ ટૂ સ્ટેટ્સ હવે સુપરહિટ થવાની રાહ પર છે. ચેતન ભગતની નૉવેલ પર આધારિત આ ફિલ્મે પ્રથમ વિકેન્ડમાં 38.06 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મનાં લૉ – બજેટને જોતા ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ થવાનો સંકેત આપે છે.
 

વેબદુનિયા પર વાંચો