બેંગ બેંગ માટે 72 વેબસાઈટ બ્લોક થશે

બુધવાર, 1 ઑક્ટોબર 2014 (16:31 IST)
મુંબઈ 
 
રિતિક રોશન અને કેટરીના કેફની કાગડોળે રાહ જોવાતી ફિલ્મ ગણતરીના કલાકોમાં જ રિલીઝ થવાની છે ત્યારે દિલ્હી હાઈકોર્ટે દ્વ્રારા બેંગ બેંગની પાયરસી થવાની આશંકાવાળી 72 વેબસાઈટોને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વ્રારા વિવિધ ઈંટરનેટ તથા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આવી 72 વેબસાઈટને ફિલ્મના સ્ટ્રીમિંગ માટે બ્લોક કરી દે. જસ્ટિસ મનમોહન સિંહે કહ્યું હતું કે કોર્ટ કોપીરાઈટ મટીરિયલની પાયરસી વિરૂદ્ધમાં છે. કોઈ પણ ચલણી નાણાના ડુપ્લિકેટ જેબો આ ગુનો છે. 
 
વેબસાઈટોના માલિકો પાયરસીને ઉત્તેજન આપીને ગેરકાયદેસર નફો કમાઈ રહ્યા છે. દેશની સિસ્ટમ માટે પયરસી ખતરો છે. 
ઉલ્લેખનીય છે કે ફિલ્મ પ્રોડયુસર દ્વ્રારા કોર્ટને ફિલ્મની પાયરસી થવાની આશંકા હતી. તેવી વેબસાઈટની યાદી આપવામાં આવી હતી.    
 

વેબદુનિયા પર વાંચો