ફેબ્રુઆરીમાં પ્રદર્શિત થનારી મુખ્ય ફિલ્મો

IFM
વર્ષના સૌથી નાના મહિનામાં આ વખતે પાઁચ શુક્રવાર આવી રહ્યા છે. તે છતાં સિને પ્રેમીઓને નિરાશ થવુ પડશે, કારણકે ખૂબ જ નબળી ફિલ્મો ફેબ્રુઆરીમાં પ્રદર્શિત થવાજઈ રહી છે. 'જોધા અકબર' આ મહિનાની મોટા બજેટવાળી એકમાત્ર ફિલ્મ છે.

1 ફેબ્રુઆરીએ 'રામા રામા ક્યા હૈ ડ્રામા' છેવટે રજૂ થઈ રહી છે, જેની રજૂઆત છેલ્લા ઘણા દિવસથી ટળી રહી છે. આ ફિલ્મમાં પતિ-પત્નીના સંબંધોને લઈને હાસ્ય ઉભુ કરવામાં આવ્યુ છે. નેહા ધૂપિયા, અમૃતા અરોરા, રાજપાલ યાદવ અને અશીષ ચૌધરીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

IFM
8 ફેબ્રુઆરીએ 'સુપરસ્ટાર', 'મિથ્યા', '5 ખેલાડી'(ડબ), 'મસ્તાને ગર્લ્સ' અને 'મેં હું અંગરક્ષક'(ડબ) જેવી ફિલ્મોનુ પ્રદર્શનની જાહેરાત થઈ છે. રોહિત જુગરાજની 'સુપરસ્ટાર'માં કુણાલ ખેમૂ અને તૂલિપ જોશી જેવા કલાકાર છે, જેમને સુપરસ્ટાર નથી કહી શકાતા. આ ફિલ્મ એક સંઘર્ષ કરતો કલાકાર સુપરસ્ટાર કેવી રીતે બને છે તેની સ્ટોરી છે.

'મિથ્યા'નું નિર્દેશન રજત કપૂરે કર્યુ છે અને તેમા નસીરુદ્દીન શાહ, નેહા ધૂપિયા, રણવીર શૌરી જેવા કલાકારોએ કામ કર્યુ છે. ફિલ્મ એક ખાસ દર્શક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

15 ફેબ્રુઆરીએ તે દર્શકોની આતુરતાનો અંત આવશે જેઓ 'જોધા અકબર' જોવા માંગે છે. મોટા બજેટની આ ફિલ્મમાં રિતિક રોશન અને એશ્વર્યા રાય જેવા કલાકારો છે. એ જોવુ રસપ્રદ રહેશે કે આજની યુવા પેઢીના દર્શકો શુ આ ફિલ્મને પસંદ કરશે.

IFM
આશુતોષ ગોવારીકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પાસેથી બોલીવુડને ઘણી અપેક્ષાઓ છે. આમ તો 'જોધા અકબર'ને માટે મેદાન ખાલી છે અને તેની આસપાસ કોઈ પણ મોટી ફિલ્મ પ્રદર્શિત નથી થઈ રહી. આ ફિલ્મની સાથે એક બે નાના બજેટની ફિલ્મો રજૂ થઈ શકે છે.

22 અને 29 ફેબ્રુઆરીવાળુ અઠવાડિયુ પૂરી રીતે ખાલી છે. આ સમયે મેહબૂબા, ખુદા કે લિયે, અને ચલ ચલા ચલ જેવી ફિલ્મો રજૂ થશે. મોટી ફિલ્મોના ન આવવાથી દર્શકો સિનેમાઘરોથી દોર રહેશે અને સિનેમાઘરવાળાની તકલીફ વધશે. ફેબ્રુઆરી મહિનો સિને પ્રેમીઓ માટે નિરાશાજનક છે