'પીકે' ના પોસ્ટરમાં આમિરખાન નિર્વસ્ત્ર જોવા મળ્યા

શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (12:33 IST)
રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ  'પીકે' ના પોસ્ટરમાં સુપરસ્ટાર આમિર ખાન નિર્વસ્ત્ર જોવા મળ્યા છે. 48 વર્ષીય અભિનેતાએ રાતે પોતાના ટ્વિટર પર ફિલ્મનુ પોસ્ટર રજૂ કર્યુ. 
 
આ પોસ્ટરમાં આમિર એક મોટો રેડિયો લઈને પોતાના શીલની રક્ષા કરતા જોવા મળી રહ્યા છે. એક રેલવે ટ્રેક પર ઉઘાડા ફરી રહ્યા છે.  
 
આમિર ટ્વીટ કર્યુ છે કે તમે શુ વિચારી રહ્યા છો. મને જલ્દી બતાવો. માર પેટમાં ગલીપચી થઈ રહી છે 
 
ફિલ્મમાં પોતાના ચહેરા સાથે પ્રયોગ કરનારા વ્યક્તિના રૂપમાં જાણીતા ધૂમ 3 સ્ટાર સાઢા ત્રણ દસકાથી વધુ સમયના કેરિયર દરમિયાન પહેલીવાર નિર્વસ્ત્ર થયા છે. આમિર ખાને 3 ઈડિયટ પછી બીજી વાર હિરાની સાથે કામ કર્યુ છે.  
 
'પીકે માં આમિર ખાન ઉપરાંત અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપુત પણ જોવા મળશે. આ ફિલ્મ 19 ડિસેમ્બરના રોજ ટોકીઝમાં રજૂ થશે.  

વેબદુનિયા પર વાંચો