પાર્શ્વ ગાયિકા મુબારક બેગમનુ લાંબી બીમારી પછી ગઈકાલે રાત્રે જોગેશ્વરી સ્થિત પોતાના ઘરમાં નિધન થઈ ગયુ. 80 વર્ષની મુબારક બેગમ લાંબા સમયથી બીમાર હતી. ગયા વર્ષે પુત્રીના મોતનો તેમને ખૂબ આધાત લાગ્યો હતો અને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહી હતી. મુબારક બેગમ દુનિયાને અલવિદા કહી ચુકી છે પણ તેમની મખમલી અવાજનો જાદુ કદાચ જ ક્યારેય ઓછો થયો હશે.
1950 અને 60ના દસકામાં મુબારક બેગમની સુરીલી અવાજનો જાદુ ચાલ્યો. તેમણે હમરાહી, હમારી યાદ આયેગી, દેવદાસ, મધુમતી, સરસ્વતીચંદ્ર જેવા અનેક હિટ ફિલ્મોના ગીત ગાયા. મુબારક બેગમે પોતાની ગાયિકીના કેરિયર દરમિયાન એસડી બર્મન, શંકર જયકિશન અને ખૈય્યામ જેવા લગભગ દરેક મોટા સંગીતકાર સાથે કામ કર્યુ.