નિષ્ફળતામાંથી સફળતાની પ્રેરણા લીધી : અભિષેક બચ્ચન

મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (17:31 IST)
મુંબઈ 
 
બોલીવુડમાં જૂનિયર બી તરીકે ઓળખાતાં અભિષેક બચ્ચન હાલમાં કબડ્ડી લીગ ખરીદીને તેના વ્યવ્સાયમાં પડયો  છે તેણે કહ્યું હતું કે મેં મારી  નિષ્ફળતામાંથી  પ્રેરણા લીધી છે. વર્ષ 2000માં પ્રદર્શિત થયેલી ફિલ્મ  રેફ્યુઝી દ્વ્રારા બોલીવુડમાં પ્રવેશ કરનારા  અભિષેકને ઈંડસ્ટ્રીમાં એક દશક કરતાં વધુ સમય થઈ ગયો છે. 
 
અભિષેકે કહ્યું હતું કે પોતાની કારક્રિદી દરમિયાન હું પીડા સંઘર્ષ અને ખુશી એમ ઘણાં તબ્બ્કામાંથી પસાર થયો  છું . તેમાંથી હું ઘણું શીખ્યો છું. આ અનુભવે મને જીવનમાં સકારાત્મક રીતે આગળ વધવાની પ્રેરણા આપી છે. 
 
અભિષેકે ઉમેર્યું હતું કે ,જીવનમાં આગળ વધવા માટે સુખ દુખ અને ઉતાર ચઢાવ જરૂરી છે. તેના વગર જિંદંગી ખૂબ નીરસ થઈ જશે ગત અનુભવ અને નિષ્ફળતાઓ જ કોઈ વ્યક્તિને સફળતાની સીડી ચઢવાની પ્રેરણા આપે છે. હું હમેશા કોઈ ફિલ્મ હાથ પર લઉં તે  પહેલાં મારા પિતા અમિતાભ બચ્ચન સાથે વિચાર વિમર્શ કરું છું. તેમનો અનુભવ અને સલાહ મારા માટે ખૂબ કિમતી છે. 
 
એબીએ જણાવ્યું હતું  કે ફિલ્મ રિલીઝ થયાં બાદ પપ્પા મારી નબળાઈ બતાવીને તેને દૂર કરવાનો ઉપાય દર્શાવે છે. ઘરમાં તેઓ જ મારા સૌથી મોટા આલોચક છે . 
 
અભિષેકની  રજૂ થનારી ફિલ્મોમાં હેપી ન્યુ યર મુખ્ય છે. જે બાદ ઓલ ઈઝ વેલ પણ થોડા સમયમાં જ પ્રદર્શિત થશે.   

વેબદુનિયા પર વાંચો