બોલિવુડમાં પહેલાં 100 કરોડની ઉપર ફિલ્મો જાય તો ,તે હિટની રેસમાં સામેલ થઈ ગઈ કહેવાતી . પણ આ આંક હવે 300 કરોડને પાર થઈ ગયો છે. જેમાં કેટરીના કૈફની ફિલ્મો સામેલ હતી,પણ હવે તેના પછી નામ છે દિપિકા પાદુકોણનું.
દિપીકાની ફિલ્મો એક પછી એક હીટ થતા તે બોલીવુડની નંબર વન હિરોઈન તો છે જ સાથે હવે તેની ફિલ્મો પણ 300 કરોડના આંકને વટાવી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી દિપીકા પાદુકોણની ફિલ્મ હેપી ન્યુ ઈયર 370 કરોડની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે.આ પહેલાં દિપીકા પાદુકોણની ફિલ્મ ચૈન્નઈ એક્સપ્રેસ પણ 400 કરોડની કમાણી કરી હતી. અને યે જવાની હે દિવાનીએ પણ 300 કરોડની ઉઅપર કમાણી કરી હોવાનું માનવામાં આવે છે. આ રીતે 300 કરોડંની ઉપર દિપીકા ત્રણ ફિલ્મો ગણાવી શકાય.