'દસ કા દમ' માં સલૂના ખાસ મિત્રો

IFM
ટીવી રિયલીટી શો 'દસ કા દમ' માં આ વખતે સલમાન ખાન પોતાના ખાસ મિત્રોને વિશેષ અતિથી તરીકે આમંત્રિત કરશે જેમાં આમિર ખાન ,કૈટરીના કૈફ, રાની મુખર્જી સાથે કેટલાયે મોટા ફિલ્મ સ્ટાર શામેલ છે. આ વખતે શો ના આયોજક જૂની ગેસ્ટ લિસ્ટથી કોઈને બીજી વખત બોલાવવા ઈચ્છતાં નથી.

તેમણે આ વખતે સલૂના પસંદીદા મિત્રોને સ્પેશ્યલ ગેસ્ટના રૂપમાં બોલાવવા પર વિચાર કર્યો છે. આ સાથે જ સ્લમડૉગ મિલિયનેયરનો સ્ટાર અજહરુદ્દીન હોટ સીટ પર બેસનારા સૌથી પહેલા સ્પેશ્યલ ગેસ્ટ હશે.

અજહરુદ્દીન સલમાનના સૌથી ખાસ મિત્ર છે. તેણે કહ્યું હતું કે, તે સલમાન ખાન જેવા બનવા ઈચ્છે છે. સલમાનની આ દીવાનગીએ તેમને સલમાનની સામે હોટ સીટ પર પહોંચાડી દીધા.

વેબદુનિયા પર વાંચો