ડાંસ શીખવા માટે ડાંસિંગ ક્વીન માધુરી આપશે સ્કોલરશિપ

શનિવાર, 25 એપ્રિલ 2015 (14:50 IST)
બોલીવુડની ડાંસિંગ ક્વીન માધુરી દીક્ષિત 29 એપ્રિલ વર્લ્ડ ડાંસ ડે ના પ્રસંગે માધુરી પ્રખ્યાત કોરિયોગ્રાફર ટેરેંસ લેવિસ સાથે મળીને જુગની નામનો એક ડાંસ મહોત્વસવ શરૂ કરશે જેમાં નવા પ્રતિભાશાળી ડાંસરોને ડાંસ શીખવાડવામાં આવશે. આ ડાંસરોના પ્રફોર્મેંસ હશે અને એક વિજેતાને ડાંસ શીખવા માટે સ્કોલરશિપ આપવામાં અવશે. 
 
માધુરી પહેલાથી જ પોતાને વેબસાઈટ અને મોબાઈલ એપ ડાંસ વિથ માધુરીના માધ્યમથી લોકોને ડાંસ શેખેડાવી રહી છે. માધુરીએ કહ્યું કે ડાંસના ટેલેંટને ચાંસ આપવો જોઈએ અને તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને અમારી એ જ  કોશિશ છે. અમે ડાંસ વિથ માધુરી પણ એટલે જ શરૂ કરી દીધું જેથી જેની પાસે પૈસા નથી કે જેની પાઅસે સમયની ઉણપ છે તેઓ પણ પોતાના  સમય મુજબ ડાંસ શીખી શકે અને જુગની ડાંસ પાછળ અમારો આ જ ઉદ્દેશય છે. 
 

વેબદુનિયા પર વાંચો