જાણીતી અભિનેત્રી જોહરા સહગલનુ 102 વર્ષની વયે નિધન

શુક્રવાર, 11 જુલાઈ 2014 (10:35 IST)
જાણીતી અભિનેત્રી અને થિયેટર કલાકાર જોહરા સહગલનું 102 વર્ષની વયે ગુરૂવારે અવસાન થયુ. લગભગ 72 વર્ષોના પોતાના ફિલ્મી સફરમાં તેમણે ભારતીયો ભાષાઓ સાથે જ અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ.  
 
સૂત્રોના મુજબ સહગલના અંતિમ સંસ્કાર આજે 11 વાગ્યે લોદી રોડ સ્થિત શવદાહ કેન્દ્ર પર કરવામાં આવશે. ભારતીય સિનેમાની સૌથી વૃદ્ધ અભિનેત્રી જોહરા સહગલ દક્ષિણી દિલ્હીના મંદાકિની ઈંકલેવમાં પોતાની પુત્રી કિરણ સહગલની સાથે રહી રહ્યા હતા. તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
 
તેમને મૈક્સ હોસ્પિટલમાં ગુરૂવારે સાંજે લગભગ 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમની પુત્રી કિરણે જણાવ્યુ કે એટેક આવવાથી ગુરૂવારે સાંજે તેમનુ નિધન થઈ ગયુ. તે છેલ્લા ત્રણ ચાર દિવસથી બીમાર હતા. 
 
થોડા વર્ષ પહેલા જ તેમણે પોતાની વયને જોતા દિલ્હી સરકાર પાસે ગ્રાઉંડ ફ્લોરનુ એક ઘર આપવાની માંગ કરી હતી.  તેમણે ડઝનો ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી છે. 
 
જોહરાએ પોતાના કેરિયરની શરૂઆત એક ડાંસર અને ડાંસ નિર્દેશકના રૂપમાં કરી હતી. તેમનો જન્મ 7 એપ્રિલ 1912માં ઉત્તરપ્રદેશના સહારનપુરમાં થયો હતો. જોહરાને થિયેટર પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને થિયેટરને તે પોતાનો પ્રથમ પ્રેમ પણ માનતી હતી. અભિનયની ઝીણવટો તેમણે થિયેટર પાસેથી શીખી હતી. જોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કામ કર્યુ હતુ અને ત્યારબાદ ફિલ્મોમાં આવી હતી. 
 
તેમની મુખ્ય ફિલ્મોમાં હમ દિલ દે ચુકે સનમ, બેંડ ઈત લાઈફ બેકહમ, ચીની કમ, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો છે. જોહરાએ 1998માં પદ્મશ્રી અને 2010માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ તેમને અનેક પુરસ્કાર મળી ચુક્યા છે.  જોહરાની છેલ્લી ફિલ્મ ચીની કમ અને સાંવરિયા હતી. 
 
રાતના સમયે જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે ટ્વીટ કરીને જોહરાના નિધનની માહિતી આપી. તેમણે કહ્યુ કે આ અંગે તાજેતરમાં જ ચોખવટ થઈ છે કે જોહરા આપા હવે નથી રહ્યા. 
 
એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યુ કે જોહરા સહગલના નિધન વિશે જાણીને ખૂબ દુખ થયુ. તે પોતાની શરતો પર જીંદગી જીવનારી મહિલા હતી. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રને એક મોટુ નુકશાન થયુ છે.  
 
જોહરાએ 1935માં ઉદય કુમાર સાથે એક નૃત્યાંગનાના રૂપમાં કેરિયરની શરૂઆત કરી. તે ચરિત્ર કલાકારના રૂપમાં અનેક હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા. તેમણે અંગ્રેજી ભાષાની ફિલ્મો ટેલીવિઝન અને રંગમંચ દ્વારા પણ પોતાના અભિનયની છાપ છોડી.  
 
તેઓ છેલ્લી વાર સંજય લીલા ભંસાલીની ફિલ્મ સાંવરિયામાં વર્ષ 2007માં જોવા મળ્યા. તેમણે 2010માં પદ્મ વિભૂષણનુ સન્માન મળ્યુ હતુ.  
 
ભારતીય સિનેમા જગતમાં લાડલીના નામથી ચર્ચિત જોહરા અનેક ફિલ્મોનો ભાગ રહ્યા. તેમણે હમ દિલ દે ચુકે સનમ અને ચીની કમ જેવી ચર્ચિત ફિલ્મોમાં અભિનય કર્યો.  
 
તેણી ઈંડિયન પીપુલ્સ થિયેટર એસોસિશનન સભ્ય હતી અને વર્ષ 1946માં પોતાની પ્રથમ ફિલ્મ પ્રોડક્શન ધરતી કે લાલ દ્વારા રૂપેરી પડદાં પર પદાર્પણ કર્યુ. તેમણે ચેતન આનંદની ફિલ્મ નીચા નગરમાં પણ કામ કર્યુ.  
 
વર્ષ 2012માં પુત્રી કિરણે જોહરા સેહગલ : ફૈંટી નામથી જોહરાની જીવની લખી. ઓડિશી નૃત્યાંગના કિરણે દુખ બતાવતા કહ્યુ કે પોતાના અંતિમ દિવસોમાં તેમની માતાને સરકારી ફ્લેટ પણ ન મળ્યો. જેની તેમણે માંગ કરી હતી. 
 
આ દરમિયાન જોહરાના નિધનના સમાચાર ફેલાતા ફિલ્મ જગતે ટ્વિટરની મદદથી શોક વ્યક્ત કર્યો. અભિનેતા અમિતાભ બચ્ચને લખ્યુ કે જોહરા સેહગલનુ 102 વર્ષની વયમાં નિધન થઈ ગયુ. તે ખૂબ જ વ્હાલી સહઅભિનેત્રી હતી. હુ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છુ.  
 

વેબદુનિયા પર વાંચો