ફિલ્મના પ્રોડકશન હાઉસથી સંકળાયેલા સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે ફિલ્મ ફીતુર માં કેટરીનાન્મે હોર્સ રાઈડીંગનો એક સીન શૂટ કરવાનો હતો જેના માટે કેટરીનાએ ટ્રેનીંગ પણ લીધી હતી. જ્યારે સીનનું શોટિંગ થઈ રહ્યું હતું ત્યારે કેટરીના ઘોડા પર સવાર હતી અને જેવું ઘોડાએ ચાલવાનું શરૂ કર્યું કે અચાનક કેટ તેનું સંતુલન ગુમાવી બેસી હતી અને ઘોડા પરથી ગબડી પડતા સહેજમાં બચી ગઈ હતી.