કિંગખાન રવિ પુજારી ગેંગનુ ટાર્ગેટ હોઈ શકે : મન્નતની સુરક્ષા વધાવમાં આવી

મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (18:26 IST)
મુબઈ
 
બોલીવુડમાં ફરીથી એકવાર અંડરવર્લ્ડનો ખતરો મડાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં એક  અ ભિનેત્રીને ધમકી ભર્યો ફોન મળ્યો હતો. બોલીવુડ કિંગ ખાન રવિ પુજારી ગેંગનુ આગામી નિશાન હોઈ શકે છે. આવી શંકાના પગલે તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ દ્વ્રારા આજે તેની પુષ્ટિ કરવામાં આવી હતી. 
 
શનિવારની રાતે મુંબઈન જૂહૂ વિસ્તારમાં જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અલી મોરાની અને કરીમ મોરાનીના ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ગેંગસ્ટર રવિ પુજારીએ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી હતી. થોડા દિવસો પહેલા મોરાની પર પૂજારી ગેંગનો ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો સમાચાર મુજબ ઘટના સ્થળેથી એક નોટ પણ મળી હતી. જેના પર આગામી 
 
ટાર્ગેટ શાહરૂખ ખાન હોવાનું લખ્યું હતું .અલીમોરાની અમે તેનો ભાઈ કરીમ મોરાની શાહરૂખ ખાનના સહાયક છે અને તેની કંપની રેડ ચિલીઝમાં પાર્ટનર છે.   બન્ને ભાઈ ફિલ્મ ચેન્નઈ એકસ્પ્રેસના સહ નિર્માતા પણ હતા. પોલીસને શક છ એકે તેનું આગામી ટારગેટ શાહરૂખ ખાન હોઈ શકે છે . 
 
નોંધનીય છે કે આ પહેલાં પણ બોની કપૂર ફરહાન અખતર અક્ષય કુમાર અને સલમાન ખાન સહિત ઘણી બોલીવુડ હસ્તિઓ અંડરવર્લ્ડથી ધમકી ભર્યા ફોન આવ્યાની ફરિયાદ નોંધવી હતી. 
 
 

વેબદુનિયા પર વાંચો