એશની ફિલ્મ "જઝબા" 9 ઓકટોબરે રિલીઝ થશે...

ગુરુવાર, 26 માર્ચ 2015 (14:06 IST)
ફિલ્મ અભિનેત્રી એશવર્યા રાયની મોટા પડદા પર પાછા ફર્યા બાદ બહુ ચર્ચિત ફિલ્મ જઝબા 9 ઓક્સ્ટોબરે પ્રદર્શિત થશે. ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. ફિલ્મના પ્રદર્શનની તરેખને ઘોષણા બુધવારે ટ્વીટર પર એક નિવેદનામાં કરવામાં આવી અને ગુપ્તાએ પણ પોતાના ટ્વીટર એકાઉંટમાં આ ખબરની માહિતી આપી. તેમણે ટ્વીટ કર્યું કે ઉલ્ટી ગિનતી હવે શરૂ થાય છે. જઝબા 9 ઓક્ટોબરે 2015ના રોજ પ્રદર્શિત થશે. 
 
અભિનેતા નિર્માતા ચચિન જોશીની વિકીંગ એંટરટીએન્મેંટ અને ગુપ્તાની વ્હાઈટ ફેદર ફિલ્મસે સાથે મળીને ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં એરફાન ખાન, શબાના આઝમી, અભિમન્યું સિંહ, અતુલ કુલકર્ણી અને ચેદન રાય સાન્યાલે કામ કર્યું છે. 
 
ફિલ્મની વાર્તા કમલેશ પાંડે અને રોબિન ભપ્તે લખી છે. સિનેમાટોગ્રાફી સમીર આર્યાની છે અને સંપાદન બંતા નેગી અને રસૂલ પકુપતીએ કર્યું છે . સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્માતા ફિલ્મને જલ્દી પૂરી કરવાઅનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે તેમનો ઈરાદો આ વર્ષે કાંસ અંતરરાસ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં મોકલવાનો છે. 
 

વેબદુનિયા પર વાંચો