આ અંગે રુત્વિક રોશને કહ્યું કે તે બહુ જ ખુશ છે અને આહીંસુધી પહોંચવા માટે તેણે પોતાની ઘણી નબળાઈઓને દૂર કરી છે. અને તે પોતાના ચાહકોઅનો પણ આભાર વ્યકત કરે છે. આ સાથે તેણે કહ્યું કે હું યુનાઈટેડ કીંગડમનો પણ આભારી છું. તેણે પોતાના છઠ્ઠા અંગૂઠાને ધ્યાનમાં રાખતા કહ્યું કે ઘણીવાર આપણ શરીરની ખામી પણ આપણને ખૂબસૂરત બનાવે છે. મારા આ જ અંગૂઠાને કારણે મારે ઘણી વખત શાળામાં શરમાવું પડતું હતું. આજે મારી આ વાત કરોડો લોકો સામે કહી રહ્યો છું કારણકે મને ખબર છે કે તમે પણ બધા મારી જેમ ખૂબસૂરત છો.