અભિષેક પાસે કામ જ કામ

N.D
જો એવુ કહીએ કે હાલ અભિષેક બચ્ચનની ચાંદી જ ચાંદી છે તો ખોટુ નથી. અભિષેકની પાસે નવી ફિલ્મો હોવા ઉપરાંત ગયા વર્ષે તેની બે ફિલ્મો 'દોસ્તાના' અને 'દિલ્લી-6'એ પણ સફળ ફિલ્મોમાં સ્થાન મેળવ્યુ. આ જ વર્ષે તેની બે મોટી ફિલ્મો 'સરકાર રાજ' અને 'દ્રોણા'પણ આવી હતી. ફિલ્મો જરૂર મોટી હતી પરંતુ સફળતા તેના હાથમાં નહોતી આવી. આવનારા સમય દરમિયાન દર્શકો સમક્ષ તેની ઘણી ફિલ્મો રજૂ થવાની છે.

જેમાંથી સૌથી વધુ ચર્ચિત ફિલ્મ છે મણિરત્નમની 'રાવણ'. જેમાં અભિષેક બચ્ચનની સાથે તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન પણ છે. આ ઉપરાંત રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા બનાવાયેલી ફિલ્મ 'પાંચ કૌરવ'માં પણ તેની મહત્વની ભૂમિકા છે. 'બ્લફ માસ્ટર' બનાવનારા રોહન સિપ્પી પણ અભિને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ વખતે તેઓ કંઈક જુદુ કરવાના મૂડમાં છે, અને કરવુ પણ જોઈએ. 'બ્લફ માસ્ટર' જેવી ફિલ્મ કોણ ફરી જોવી પસંદ કરશે.

વેબદુનિયા પર વાંચો