અનુપમ ખેર બોલ્યા, 'કોઈની 'બાલ્ટી' બનવા કરતા સારુ છે મોદીના 'ચમચા' બનવુ

સોમવાર, 14 માર્ચ 2016 (11:29 IST)
અભિનેતા અનુપમ ખેરે કહ્યુ છે કે તેમણે દિવસ રાત દેશ માટે કામ કરનારા પ્રધાનમંત્રીનો ચમચો કહેવામાં આવે છે તો તેની તેમને ચિંતા નથી. તેમણે આશ્ચર્ય બતાવ્યુ છે કે પ્રધાનમંત્રીના વખાણ કરવાના નારા કેમ નથી લગાવી શકતા. તેમણે કહ્યુ, "આપણા બાળકો શાળામાં પોતાના પ્રધાનમંત્રીના વખાણ કરતા નારા કેમ નથી લગાવી શકતા ? અમે બાળક હતા ત્યારે અમે અમારી શાળામાં લાલ બહાદુર શાસ્ત્રીના માટે નારા લગાવતા હતા.  શુ વાંધો છે ?" ઈંડિયા ટીવી પર આપ કી અદાલત માં રજત શર્માએ તેમણે કહ્યુ, "અહઈ એક વ્યક્તિ (મોદી) છે જે દિવસ રાત કામ કરી રહ્યા છે. જેમણે આખી દુનિયામાં દેશની છબિ નિખારી દીધી છે. પણ તેઓ (આલોચક) તેમના દરેક કામમાં વાંધો કાઢે છે અને અવરોધ ઉભો કર છે.  તેમણે કહ્યુ કે મોદી સતત દેશની વાત કરે છે અને એ અફેલા કોઈપણ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પર થી મહિલાઓ માટે શૌચાલયની વાત નહોતી કરી. આલોચકો દ્વારા તેમણે મોદી ચમચા કહતા વિશે પૂછતા ખેરે કહ્યુ, "બીજાની બાલ્ટી બનવાને બદલે હુ નરેન્દ્ર મોદીનો ચમચો કહેવડાવવુ યોગ્ય સમજીશ."  એક જાહેરાત મુજબ ભાજપા સાંસદ કિરણ ખેરના પતિ અભિનેતાએ નિકટ ભવિષ્યમાં રાજનીતિમાં સામેલ થવાનો ઈંકાર કરતા કહ્યુ કે કોઈ રાજનીતિક દળ સાથે જોડાવવાને બદલે તેઓ પોતાની આઝાદીને મહત્વ આપે છે.  

વેબદુનિયા પર વાંચો