ફિયાન્સીની જીદ પુરી કરવા વરરાજા હેલીકોપ્ટરમાં લઈ આવ્યા જાન

બુધવાર, 17 નવેમ્બર 2021 (17:32 IST)
વરઘોડો ઘોડા પર કે કારમાં બેસીને આવે એ ટ્રેન્ડ પારંપારિક છે પરંતુ કેટલીકવાર તમે જોયુ હશે કે કેટલાક લોકો હવે જાન હેલીકોપ્ટરમાં પણ લઈને આવે છે. ગાડીઓમાં આવતી જાન તો સૌએ જોઈ હશે, પરંતુ હવે ધીરે ધીરે હેલિકોપ્ટરમાં જાન લઈને આવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવા જ ઠાઠમાઠ સાથે ડીસાના પઢિયાર પરિવારમાં દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા, જેમાં વરરાજો જાનમાં લાલ મોટરમાં ગુલાબી ગજરો લઇને નહીં, પરંતુ હેલિકોપ્ટર લઇને આવ્યો હતો. ડીસાના પઢિયાર પરિવારની દીકરીની જીદ પૂરી કરવા માટે રાજસ્થાનના આબુ રોડ વિસ્તામાંથી વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઇને ડીસા આવ્યો હતો
 
 
રાજસ્થાનના આબુ રોડ ખાતે રહેતા માલી સમાજના પરિવારે શાહી લગ્ન કર્યા છે. રાજસ્થાનના માળી પરિવારનો સુરેન્દ્ર રાઠોડ આજે પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતાં આજુબાજુના લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ફિયાન્સી હનીની જીદ પૂરી કરવા માટે 20 લાખનો ખર્ચો કરી હેલિકોપ્ટર ભાડે કરી જાન લઇ ડીસા આવ્યો હતો, જેનું લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરાયું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર