ભાજપનું વિઝન ડોક્યુમેંટ - લેપટોપ, સ્કુટી, રંગીન ટીવી, ઘોતી-સાડીના વચનથી બિહાર ચૂંટણી જીતશે BJP

ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (15:17 IST)
ભારતીય જનતા પાર્ટીએ બિહાર ચૂંટણીને લઈને પોતાનુ વિઝન ડૉક્યૂમેંટ રજુ કરતા જનતા માટે લોભાવનારા અને રોચક વચનોની ભરમાર કરી દીધી. આ સાથે જ મેક ઈન બિહારનો પ્લાન પણ રજુ કર્યો. 
 
બિહારની ચૂંટણી જંગ જીતવા માટે બીજેપી નેતા અને નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વિઝન ડોક્યૂમેંટ રજુ કરતા બિહારના યુવાઓને લાલચ આપવાની ભરપૂર કોશિશ કરી. 
 
જેટલીએ વિદ્યાર્થીઓને લેપટોપ, હોશિયરા વિદ્યાર્થીઓને સ્કુટી, દલિત-મહાદલિતના ઘરમાં રંગીન ટીવી, ગરીબોને સાડી-ધોતી આપવાનું વચન  આપ્યુ. શહેરોમાં શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઈટ પુરી પાડવાનુ પણ વચન આપ્યુ. 
 
મહાગઠબંધન થશે ફેલ 
 
વિઝન ડોક્યુમેંટ રજુ કરતા જેટલીએ નીતીશના નેતૃત્વવાળા મહાગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો અને કહ્યુ કે હવે બિહારમાં જંગલ રાજનો અંતનો સમય આવી ગયો છે. 
 
કોંગ્રેસ-આરજેડી-જેડીયૂ મહાગઠબંધનને તકવાદી ગણાવતા જેટલીએ કહ્યુ કે આ ગઠબંધનમાં રાજનીતિક સ્થિરતા નથી. તેમણે કહ્યુ, "બિહારની જનતા આ ત્રણેય પાર્ટીઓને નિષ્ફળ બનાવશે. આપણે બિહારને પાછળ ધકેલતા બચાવવાનુ છે. કોંગ્રેસ, આરજેડી અને જેડીયૂએ બિહાર પર 68 વર્ષ સુધી રાજ કર્યુ છે. પણ તેમણે કશુ કર્યુ નથી. અમારુ વિઝન ડોક્યૂમેંટ બિહારના વિકાસનું ચાર્ટર છે."
 
બિહારમાં યુવાઓની દુર્દશા બતાવતા જેટલીએ આગળ કહ્યુ, "બિહારના યુવાઓને નોકરીની શોધમાં બીજા રાજ્યમાં જવુ પડે છે." 
 
બીજેપી શાસિત રાજ્યોમાં વિકાસના વખાણ કરતા જેટલીએ કહ્યુ, "બીજેપીના રાજમાં મઘ્યપ્રદેશ બીમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર અવી ગયુ. મઘ્યપ્રદેશમાં ન તો રસ્તો હતો કે ન તો વીજળી હતી, પણ અમે 15 વર્ષમાં બધુ બદલી નાખ્યુ." 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે બિહારમાં પાંચ ચરણોમાં ચૂંટણી થવાની છે અને પ્રથમ ચરણ 12 ઓક્ટોબરના રોજ છે અને છેલ્લા ચરણનું પોલિંગ 5 નવેમ્બરના રોજ છે. વોટોની ગણતરી 8 નવેમ્બરના રોજ થશે. 

વેબદુનિયા પર વાંચો