નીતીશ કુમાર માટે બિહારમાં જીત મેળવવી મહત્વની કેમ ?

શનિવાર, 7 નવેમ્બર 2015 (16:49 IST)
મોટાભાગના એક્ઝિટ પોલમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસનની સરકાર પર મોહર લાગતી દેખાય રહી છે. જો કે પરિણામ 8 નવેમ્બરના રોજ આવશે ત્યારે જ સ્પષ્ટ થઈ શકશે કે બિહારમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે  ? પણ તમને જણાવીએ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન  નીતીશે કેમ રણનીતિ અપનાવી અને વિરોધીઓના હુમલાનો કેવી રીતે જવાબ આપ્યો  ? 
 
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો આ દાવ સફળ થતો દેખાય રહ્યો છે. એક્ઝિટ પોલતો કહી રહ્યા છેકે આ વખતે બિહારમાં નીતીશ કુમાર ફરી ગાદી પર બેશશે. જો આ એક્ઝિટ પોલ 8 નવેમ્બરના આવનારા પરિણામોમાં બદલાય જશે તો સુશાસન બાબૂ મતલબ નીતીશ કુમાર બિહારની ગાદી પર ફરી બિરાજશે.  ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતીશ કુમાર પર ખૂબ હુમલા કર્યા હતા. નીતીશ સરકાર પર બિહારના વિકાસના માપદંડ પર પાછળ ધકેલવાનો આરોપ પણ લાગ્યો. પણ નીતીશ કુમારે બિહારી અને બાહરીનો મુદ્દો ઉછાળીને એવો દાવ ચલાવ્યો કે જે ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયો. એવુ કહેવાય રહ્યુ છે કે નીતીશે પોતાના આ દાવ દ્વારા પોતાના વિરોધીઓને ચારે ખાને ચિત્ત કરી દીધા. 
 
  સી-વોટર ટાઈમ્સ નાઉ, ન્યૂઝ નેશન અને ન્યૂઝ એક્સ-ઈએનએક્સના એક્ઝિટ પોલ પણ નીતીશની આગેવાનીમાં મહાગઠબંધનને વધુ સીટ આપી રહ્યા છે. પણ આજ તક-સિસેરો અને ન્યૂઝ 24 ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલે બીજેપીને સ્પષ્ટ બહુમત આપ્યુ છે. આવામાં જો નીતીશ હારે છે તો આ તેમની મોટી રાજનીતિક હાર સાબિત થશે. 
 
બિહારની ખુરશી પર સતત બે વાર બિરાજનારા નીતીશ કુમાર માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. નીતીશે પણ આને પોતાના માટે અગ્નિપરીક્ષા માની અને જીતવા માટે બધુ જ દાવ પર લગાવી દીધુ. જે લાલૂ યાદવની સરકારને તેઓ જંગલરાજ કહેતા હતા ચૂંટણી પહેલા તેમણે એ લાલૂની પાર્ટી આરજેડી અને કોંગ્રેસની સાથે મહાગઠબંધન બનાવવુ પડ્યુ. નીતીશ આ વાતને સારી રીતે જાણતા હતા કે જો આ વખતે બિહારમાં તેમની હાર થઈ તો સત્તામાં ફરીથી આવવુ તેમને માટે લોખંડના ચણા ચાવવા જેવુ અશક્ય થઈ જશે. લાલૂની સાથે આવતા નીતીશ કુમારને આ મુદ્દા પર ઘેરવાનો પ્રયત્ન થયો છે.   
 
મહાગઠબંધનનો ચેહરો નીતીશ કુમાર જ રહ્યા છે. એ જ કારણ છે કે વિરોધીઓના હુમલા નીતીશ પર ચાલતા રહ્યા. પ્રધાનમંત્રી મોદીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને જેડીયૂથી બહારનો કાઢવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મોદીએ આને દલિતોનુ અપમાન બતાવીને નીતીશને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ નીતીશના ડીએનએ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. 
 
પણ મોદીનો આ હુમલો પણ ઉલ્ટો પડતો દેખાયો રહ્યો છે. નીતીશે આને બિહારના સન્માન સાથે જોડી દીધુ અને તેને પુરા બિહારનુ અપમાન બતાવ્યુ. 
 
નીતીશ કુમારની આ ચાલને માત આપવા બીજેપીએ ખૂબ કોશિશ કરી પણ સફળતા મળી નહી. મોદીએ ચૂંટણી સભાઓમાં વારેઘડીએ કહ્યુ કે નીતીશના ડીએનએમાં ગડબડીની વાત કહી હતી બિહારના ડીએનએમાં નહી. પણ ત્યા સુધી ઘણુ મોડુ થઈ ગયુ હતુ.  એક્ઝિટ પોલ પણ આ વાતને ધ્યાનમાં રાખતા દેખાય રહ્યા છે. 
 
નીતીશ કુમારની છબિ બિહારમાં સુશાસન બાબૂના રૂપમાં રહી છે. વિરોધીઓએ નીતીશની આ છબિને તોડવાનો પ્રયત્ન કર્યો. બીજેપીએ નીતીશ રાજમાં ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી, વીજળી અને પાણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જો નીતીશ હારે છે તો માનવામાં આવશે કે બિહારની જનતાને પરિણામ જોઈએ છે વચનો નહી. 
 
જો બીજેપીના નિશાન પર નીતીશ રહ્યા તો નીતીશે પણ મોદીના વચનો અને મોંઘવારી પર તેમને ઘેર્યા. નીતીશ ચૂંટણી પ્રચારમાં જ્યા પણ જતા ત્યા મોંઘવારીની વાત જરૂર કરતા. 
 
બિહાર ચૂંટણીમાં મોંઘવારી મુખ્ય મુદ્દો રહ્યો છે. જેની મદદથી નીતીશ પોતાની ચૂંટણી નૈયા પાર કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. મોદી સાથે નીતીશની પ્રતિષ્ઠા આ ચૂંટણીમાં દાવ પર લાગી છે. નીતીશની જીતથી આ સાબિત થઈ જશે કે તેઓ આજે પણ બિહારના લોકોના દિલો પર રાજ કરે છે અને જો હારે છે તો તેમના આ દસ વર્ષનુ સુશાસન પ્રશ્નચિહ્ન બની જશે. 

વેબદુનિયા પર વાંચો