રત્ન ધારણ કરતી વખતે રાખો આ વાતોનુ ધ્યાન

ગુરુવાર, 29 નવેમ્બર 2018 (17:54 IST)
રત્ન તમારા જીવનમાં આવેલ મોટી પરેશાનીઓનુ સમાધાન બની શકે છે. પણ તેનુ શુદ્ધ હોવુ જરૂરી છે.  સાથે જ તેને પહેરવાના નિયમ નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેનુ ધ્યાન રાખવુ પણ ખૂબ જરૂરી છે. 
 
નવ ગ્રહોમાં કોઈ ગ્રહના કમજોર હોવાથી જ્યોતિષ મોટેભાગે રત્ન ધારણ કરવાની સલાહ આપે છે.  પણ પ્રભાવ ત્યારે જ પડે છે જ્યારે તેને ઠીક રીતે ધારણ કરવામાં આવે.  રત્નોની તમારા જીવન પર શુ થશે અસર એ વાત તેના પર નિર્ભર કરે છે કે તમે તેને કેવી રીતે અને કયા દિવસે અને કયા સમયે પહેરવો જોઈએ. 
 
ક્યો રત્ન ક્યારે ધારણ કરશો 
 
રત્નોમાં મુખ્ય રીતે નવ રત્ન જ એવા છે જે વધુ પહેરવામાં આવે છે.  
તેમા સૂર્ય માટે માણેક 
ચંદ્ર માટે મોતી 
મંગલ માટે લાલ રત્ન
બુધ માટે પન્ના 
ગુરૂ માટે પોખરાજ મણિ
શુક્ર માટે હીરો
શનિ માટે લીલમ રત્ન
રાહુ માટે ગોમેદ 
કેતુ માટે લસણિયો 
 
 
આ દિવસે પહેરો રત્ન 
 
રત્ન ધારણ કરતા પહેલા એ જોઈ લો કે ક્યાક 4. 9 અને 14 તારીખ તો નથી. આ તારીખોએ રત્ન ધારણ્ન કરવો જોઈએ.  એક વાત ધ્યાન રાખો કે જે દિવસે રત્ન ધારણ કરો એ દિવસે  ગોચરનો ચંદ્રમાં તમારી રાશિથી 4,8,12 માં ન હોય. 
 
 અમાસ, ગ્રહણ અને સંક્રાંતિના દિવસે પણ રત્ન ધારણ ન કરો. 
 
કંઈ ધાતુમાં રત્ન ધારણ કરવો - 
 
કેટલાક એવા છે જેને સોના કે તાંબામાં જ ધારણ કરવા જોઈએ.  જ્યારે કે મોતી કે કોઈપણ રત્નનુ ઉપરત્ન ચાંદીમાં પણ ધારણ કરી શકાય છે. આ ઉપરાંત રત્નોનુ યોગ્ય વજન પણ મહત્વનુ સ્થાન ધરાવે છે.. જ ધારણ કરવામાં આવેલ રત્નનુ વજન પર્યાપ્ત નથી તો તમે તેનો પ્રભાવ જોવાથી વંચિત રહી જશો. હીરાને છોડીનેબાકી બધા રત્ન ઓછામાં ઓછા ત્રણ રત્તીના હોવા જરૂરી છે. ત્યારે જ તેનો પૂર્ણ લાભ પ્રાપ્ત થવાની આશા રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર