પાકિસ્તાને કહ્યું ભારતમાં હિંમત હોય તો કરતારપુર કોરિડોર રોકી બતાવે

રવિવાર, 20 ઑક્ટોબર 2019 (07:46 IST)
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે જો ભાજપ સરકારમાં હિંમત હોય તો કરતારપુર કૉરિડોરને શરૂ થવાથી રોકી બતાવે.
તેમણે જિયો ટીવીના માધ્યમથી કહ્યું હતું કે ભારત ઇચ્છે કે ન ઇચ્છે કરતારપુર કૉરિડોર ખૂલવા જઈ રહ્યો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ એવું પણ કહ્યું, "પંજાબમાં કરતારપુર કૉરિડોર ખૂલે છે એ વાતથી લોકો ખુશ છે."
"ભારતમાં ગુપ્તચર સંસ્થાઓએ કરતારપુર અંગે ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન શીખ લોકોની ધાર્મિક ભાવના ભડકાવવાના પ્રયાસો કરી શકે છે."
કુરૈશીએ એવું પણ કહ્યું હતું કે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકાર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર