INDvsSA : ત્રીજી ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ અને 202 રનની લીડથી વિજય
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (10:49 IST)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટમૅચ રાંચીમાં રમાઈ, જેમાં દક્ષિણ આફ્રિકાની એક ઇનિંગ અને 202 રનથી પરાજય થયો છે.
મંગળવારે મૅચનો ચોથો દિવસ હતો. આમ ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારતે 3-0થી સિરીઝ ઉપર કબજો કર્યો છે.
પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે 497 રન બનાવીને ભારતે પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.
પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા માત્ર 162 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું, જેનાં કારણે તેને ફૉલોઑન મળ્યું હતું.
આ પહેલાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતા ભારતે 9 વિકેટના ભોગે 497 રનનો સ્કોર કર્યો હતો. જે બાદ ભારતે ઇંનિગ્સ ડિકલેર કરી હતી.
પ્રથમ ઇનિંગમાં ફક્ત 162 રનમાં ઑલઆઉટ થઈ જનાર દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં શરૂઆત જ ખરાબ રહી હતી અને માત્ર નવ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
બૉલરોની બોલબાલા
દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ભારતના બૉલરો સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
આફ્રિકા તરફથી ઝુબેર હમજા એકમાત્ર એવા બૅટ્સમૅન છે જેમણે 79 બૉલમાં 62 રન કર્યા હતા.
એ સિવાય ટી બવુમા અને લિન્ડેએ 32 અને 37 રન કર્યા હતા. આ સમગ્ર ઇનિંગ્સમાં ભારતના બૉલરોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું.
દક્ષિણ આફ્રિકાના 8 બૅટ્સમૅન બે આંકડા સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા. જેમાં ત્રણ બૅટ્સમૅન તો શૂન્ય રને આઉટ થઈ ગયા હતા.
મોહમ્મદ શમીએ ડીન એલગરને શૂન્ય રને તથા ઉમેશ યાદવે ડી કોકને 4 રને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર આઠ વિકેટે માત્ર 132 રન રહ્યો હતો.
પ્રથમ ઇનિંગના બાદશા બૉલર્સ
પ્રથમ ઇનિંગ્સમાં બૅટ્સમૅનો બાદ બૉલરોએ પણ સારું પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ ફૉલોઑન થઈ હતી.
ફાસ્ટ બૉલર ઉમેશ યાદવે 9 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી અને માત્ર 40 રન આપ્યા હતા.
મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 4 મેડન ઓવર નાખી હતી અને 2 વિકેટ ઝડપી હતી.
આ મૅચથી જ ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા નદીમે પણ 2 વિકેટ ઝડપી હતી અને કુલ 11 ઓવરમાં 4 ઓવર મેડન નાખી હતી.
સ્પીનર બૉલર રવીન્દ્ર જાડેજાએ 14 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.