પુરુષોની નજરથી બચાવવા અહીં મહિલાઓનાં સ્તનને આયરનિંગ કરાય છે

અંબર હેક

ગુરુવાર, 28 માર્ચ 2019 (14:17 IST)
બ્રેસ્ટ આયરનિંગને કોઈ ગુનાની યાદીમાં જગ્યા મળી નથી. પણ ગૃહ ઑફિસનું કહેવું છે કે આ એક પ્રકારનું બાળ શોષણ છે અને તેની પણ બીજા ગુનાઓ સમાન સજા હોવી જોઈએ.
 
એન્જી મેરિયટ પૂર્વ ગાયનેકૉલૉજિકલ નર્સ છે અને હવે તેઓ લેક્ચરર તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે યૂકેમાં બ્રેસ્ટ આયરનિંગના કેસ અંધકારમાં રહ્યા કેમ કે તેના વિશે ખૂબ જ ઓછું રિપોર્ટિંગ થયું છે.
 
સિમોન નામનાં મહિલાએ વિક્ટોરિયા ડેર્બિશાયર પ્રોગ્રામને જણાવ્યું કે તેમનું બ્રેસ્ટ આયરનિંગ 13 વર્ષની વયે થયું હતું જ્યારે તેમનાં માતાને ખબર પડી કે તેઓ સમલૈંગિક છે.
 
તેઓ કહે છે, "મારી માતાનાં મતે, કદાચ હું એવી છોકરી હતી કે જેનાં પ્રત્યે લોકો આકર્ષિત થઈ જાય. તેનું કારણ મારાં સ્તન હતાં. જો તેઓ તેને સપાટ બનાવી દે તો હું કદરુપી બની જઈશ અને મને કોઈ પસંદ કરશે નહીં."
કિનાયા કહે છે, "થયેલી તકલીફને સમય મિટાવી શકતો નથી.."
 
"તમને રડવાની પણ પરવાનગી હોતી નથી. જો તમે રડશો તો એવું કહેવામાં આવે છે કે તમે પરિવારને શર્મિંદા કરો છો. તમે મજબૂત છોકરી નથી."
 
કિનાયા હવે પુખ્ત વયનાં છે અને તેમની પોતાની દીકરીઓ પણ છે.
 
જ્યારે કિનાયાની મોટી દીકરી 10 વર્ષની થઈ, તો કિનાયાનાં માતાએ એ દીકરી પર બ્રેસ્ટ આયરનિંગની પ્રક્રિયા કરવાનું કહ્યું.
 
બ્રેસ્ટ આયરનિંગ... જેનું નામ સાંભળીને જ રુંવાટા ઊભા થઈ જાય તેવી વસ્તુનો સામનો દુનિયાના કેટલાંક ખુણામાં નાની નાની છોકરીઓ કરી રહી છે.
 
આ પ્રક્રિયામાં નાની બાળકીઓની છાતી પર ગરમ પથ્થર રાખવામાં આવે છે, કે જેથી કરીને છાતીનો વિકાસ રોકી શકાય.
 
તેની પાછળનું કારણ છે છોકરીઓને પુરુષોની નજરથી, જાતીય સતામણી, અને દુષ્કર્મથી બચાવવી.
 
'કિનાયા' (બદલાયેલું નામ) યૂકેમાં રહે છે.
 
તેમનો પરિવાર દક્ષિણ આફ્રિકાનો છે. બ્રેસ્ટ આયરનિંગનું પ્રચલન પણ આ જ દેશમાંથી શરૂ થયું હતું. કિનાયાએ 10 વર્ષની વયે બ્રેસ્ટ આયરનિંગનો સામનો કરવો પડ્યો હતો.
 
તેઓ જણાવે છે કે તેમનાં માતાએ તેમને કહ્યું કે "જો હું બ્રેસ્ટ આયરન નહીં કરાવું તો પુરુષો મારી તરફ આકર્ષાશે, અને મારી સાથે શારીરિક સંબંધ રાખશે."
 
સામાન્યપણે એક બાળકીનાં માતા જ આ પ્રક્રિયા પૂર્ણ કરે છે. જેમાં એક ગરમ પથ્થર અથવા તો એક ચમચીને ગરમ કરીને છાતી પર દબાવવામાં આવે છે, અને છાતીને સપાટ કરી દેવામાં આવે છે.
 
આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલે છે.
 
'રડવાની પણ પરવાનગીનથી'
 
કિનાયા કહે છે, "મેં કહ્યું, ના ના ના.. મારી એક પણ બાળકી એ તકલીફને સહન નહીં કરે જે મેં કરી હતી. હું હજુ સુધી આઘાતમાં જીવી રહી છું."
 
કિનાયાએ પોતાના પરિવારથી અંતર જાળવ્યું. કેમ કે તેમને લાગતું હતું કે જો તેઓ તેમની સાથે સંબંધ રાખશે તો તેમની દીકરીઓ ખતરા હેઠળ આવી જશે અને તેમણે પણ તેમની મરજી વગર બ્રેસ્ટ આયરનિંગ કરાવવું પડશે.
 
એવું માનવામાં આવે છે કે યૂકેમાં આશરે 1000 છોકરીઓનું બ્રેસ્ટ આયરનિંગ કરવામાં આવ્યું છે.
 
દુનિયામાં ફિમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM) જેને આપણે સામાન્ય ભાષામાં 'ખતના' તરીકે ઓળખીએ છીએ, તેના અંગે લોકોમાં જાગરૂકતા વધી રહી છે. પરંતુ બ્રેસ્ટ આયરનિંગ મામલે ખૂબ જ ઓછા લોકો છે કે જેઓ આ મુદ્દાને જાણે છે.
 
વિક્ટોરિયા ડેર્બિશાયર પ્રોગ્રામ સાથે વાત કરતાં એક મહિલાએ જણાવ્યું કે તેમને ત્યારે ખબર પડી બ્રેસ્ટ આયરનિંગ સામાન્ય બાબત નથી, જ્યારે તેમણે યૂકેની સ્કૂલમાં ભણતાં સમયે જો
તેમનાં કેસમાં બ્રેસ્ટ આયરનિંગ મહિનાઓ સુધી ચાલ્યું.
 
બીજી નાની છોકરીઓની જેમ, તેમને પણ છાતી પર ખૂબ જ ટાઇટ પટ્ટો પહેરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તે વધારે સપાટ બની જાય. તે પટ્ટો એટલો ટાઇટ હોય છે કે છોકરી શ્વાસ પણ લઈ શકતી નથી.
 
થોડાં વર્ષો પછી, જ્યારે તેમણે પણ દીકરીને જન્મ આપ્યો, તો તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
 
તેઓ કહે છે, "જ્યારે હું મારી બાળકીને સ્તનપાન કરાવતી, તો મારે ખૂબ મહેનત કરવી પડતી. એવું લાગતું કે મારી છાતીની અંદર ગાંઠ છે."
 
"એવું લાગતું કે જાણે મારા સ્નાયુઓનો પણ વિનાશ થઈ ગયો છે."
 
 
તેઓ તેમને 'સંવેદનશીલ, ગુપ્ત કૃત્ય' ગણાવે છે, કે જેમાં મહિલાઓ અવાજ ઉઠાવવાથી ડરે છે. તેમને ડર હોય છે કે તેમનો સમાજ તેમને બહિષ્કૃત કરી દેશે.
 
તેઓ કહે છે, "મને ખબર છે કે આ થઈ રહ્યું છે કેમ કે લોકોએ મારી સમક્ષ આ વાતને ઉઘાડી પાડી છે."
 
"જ્યારે છોકરીઓ મને આ અંગે કહેતી તો એ પણ જણાવતી કે 'અમે પહેલી વખત કોઈની સામે બોલી શક્યાં છીએ કે અમારી સાથે શું થયું છે.' તેમને ખૂબ શરમનો અનુભવ પણ થતો."
 
સિમોન હજી પણ એ ઘા સાથે જીવી રહ્યાં છે કે જે તેમને મળ્યાં હતાં. તેઓ આ ગુના પ્રત્યે લોકોને જાગરૂક કરવા માગે છે.
 
"ઓછા શબ્દોમાં કહીએ તો આ એક શોષણ જ છે. તેનાંથી ખૂબ તકલીફ થાય છે. એવું લાગે છે કે માનવતા જેવી કોઈ ભાવના જ નથી."
 
"એવું લાગે છે કે લોકો માટે તમે જાણે મનુષ્ય જ નથી."
 
 
નેશનલ એજ્યુકેશન યુનિયનનું કહેવું છે કે બાળકીઓનું શોષણ થતું અટકાવવા બ્રેસ્ટ આયરનિંગનો મુદ્દો સ્કૂલના સિલેબસમાં ફરજિયાત હોવો જોઈએ.
 
કન્ઝર્વેટીવ પાર્ટીનાં સાંસદ નિકી મોર્ગન કહે છે કે શિક્ષકોને પણ શિક્ષણ મળવું જોઈએ કેમ કે આ અટકાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.
 
ગૃહ ઑફિસે પણ કહ્યું છે કે શિક્ષકો આ અંગે રિપોર્ટ કરી શકે છે.
 
નેશનલ એજ્યુકેશન યુનિયનનાં જૉઇન્ટ પ્રેસિડેન્ટ કિરિ ટુંક્સ હવે તેમના સ્ટાફને બોલાવીને, ખાસ કરીને PE (ફિઝિકલ એજ્યુકેશન)ના શિક્ષકોને ટ્રેનિંગ માટે બોલાવી રહ્યાં છે કે જેથી સંકેતોને સમજી શકાય.
 
તેઓ ઇચ્છે છે કે આ મામલે યૂકેમાં ક્લાસ પણ ચલાવવામાં આવે જે રીતે 2020થી FGMના મામલે થશે. FGMના ક્લાસ સેકન્ડરી સ્કૂલમાં આપવામાં આવશે.
 
નિકી મોર્ગન કહે છે કે આ પ્રકારના મુદ્દાઓ જેમ કે બ્રેસ્ટ આયરનિંગ મુદ્દે વાત થવી જોઈએ અને તેને રોકવા જોઈએ.
 
તેઓ ઉમેરે છે, "જે લોકો છોકરીઓ અને યુવતીઓ સાથે કામ કરે છે તેમને પણ શીખવવું જોઈએ કે બ્રેસ્ટ આયરનિંગને કેવી રીતે ઓળખવું જોઈએ કેમ કે યૂકેમાં પણ ઘણી છોકરીઓ તેનો ભોગ બની રહી છે."
 
"તેમને એ શીખવવું જોઈએ કે આવી પરિસ્થિતિનો સામનો કરવા પર તેમણે શું પ્રતિક્રિયા આપવી જોઈએ."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર