Jagannath Rathyatra 2022 - વડોદરામાં નીકળનારી રથયાત્રાને લઈને 1500થી વધુ પોલીસ જવાનોનુ પેટ્રોલિંગ

ગુરુવાર, 30 જૂન 2022 (13:15 IST)
વડોદરા શહેરમાં નીકળનારી રથયાત્રાને લઈ વડોદરા શહેર પોલીસ તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ એરિયા ડોમીનેશન કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તમામ માર્ગ પર કોમ્બીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. 
 
ઇસ્કોનના ઉપક્રમે 40  વર્ષની પરંપરા મુજબ આગામી તા.1 લીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે.  પોલીસ કમિશનરે કહ્યું હતું કે,રથયાત્રા નિમિત્તે 1500થી વધુ પોલીસ જવાનો અને શી ટીમની મહિલા પોલીસનો કાફલો રૃટ પર તૈનાત રહેશે.જ્યારે,એસઆરપીની બે કંપની અને સીઆઇએસએફની એક કંપની પણ સુરક્ષા જાળવશે.ડીસીપી કક્ષાના 6, ડીવાયએસપી કક્ષાના  10 અધિકારીઓ પણ જુદાજુદા સેક્ટર મુજબ ફરજ બજાવશે.
 
આ ઉપરાંત બોમ્બ સ્કવોડની ટીમો સતત રૂટ પર ચેકિંગ કરશે.જ્યારે,ડીસીબી, પીસીબી,એસઓજી, બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો,ઘોડેશ્વાર અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર