રથયાત્રામાં જોડાનાર દરેકના RTPCR ટેસ્ટ કરાશે, સમગ્ર રૂટ પર વિવિધ સ્પોટ પર ટેસ્ટના ડોમ બનાવાશે

મંગળવાર, 14 જૂન 2022 (12:27 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી રથયાત્રામાં જોડાનારી ભજનમંડળીઓ પ્રસાદનું વિતરણ કરનારી મોટર, ટ્રકોમાં પ્રવાસ કરનારાઓ તથા અખાડાના અખાડિયન સહિત અને સ્વયંસેવકોના રથયાત્રાના બે-ત્રણ દિવસ પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા અને એ ટેસ્ટમાં જો કોઇ કોરોના પોઝિટિવ હોય તો તે રથયાત્રામાં સામેલ ન થાય તેવી ફરજ પાડવામાં આવશે.

દેખીતી રીતે જ આ ગંભીર વિચારણા સહિતના કેટલાંક અન્ય પગલાં અંગે રાજ્ય સરકારના ગૃહવિભાગ અને આરોગ્યવિભાગ અને રથયાત્રાના આયોજક જગદીશ મંદિરના ટ્રસ્ટીઓ સાથે પરામર્શ કરવામાં આવશે. પરંતુ આખરી નિર્ણય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર છોડવામાં આવશે તેવો એક મત મ્યુનિ. આરોગ્યતંત્રના સૂત્રોએ વ્યક્ત કર્યો હતો.ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. માત્ર 2 દિવસમાં જ રાજ્યના દૈનિક કેસમાં 28 ટકાનો માતબર ઘટાડો થયો છે. સોમવાર સાંજના 5 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં કોરોનાનોના નવા 111 કેસ નોંધાયા છે. આજથી 5 દિવસ પહેલા 8મી જૂનના રોજ દૈનિક કેસનો આંક શતકને પાર થયો ત્યારે પણ 111 જ કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના નવા 776 કેસ નોંધાયા છે, જે ત્રીજી લહેર શાંત થયા બાદ સૌથી વધુ આંક રહ્યો છે. તેથી રથયાત્રામાં આ નિર્ણય લેવાઇ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર