Ram Mandir Ring Replica:- અમદાવાદના સોનીએ સોનાની વીંટી પર બનાવ્યું અદભૂત રામ મંદિર

મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (08:53 IST)
જવેલરી મેન્યુફેક્ચરર્સે 40  ગ્રામ રોસ ગોલ્ડની વીંટી બનાવી · 
વીંટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે ·
આ વીંટી બનાવવા માટે સોનીએ સતત 100 કલાક મહેનત કરી છે.
 
 
દેશભરમાં અયોધ્યા રામમંદિર ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ ગુજરાતીઓએ ભારે ઉત્સાહ દાખવ્યો છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદના એક સુવર્ણકારે સોનીએ વીંટી પર રામ મંદિર બનાવ્યું છે. 100 કલાક સુધી સતત મહેનત કરીને 40 ગ્રામ સોનામાંથી તૈયાર કરેલી આ વીંટી આકર્ષણનું કેન્દ્ર બની છે. 

અહીં અમદાવાદના એક સોની દ્વારા સોનાની વીંટી પર રામ મંદિર બનાવ્યું છે. અમદાવાદના એક સુવર્ણકારે 40 ગ્રામ સોનામાંથી રામ મંદિરની વીંટી બનાવી છે. આ વીંટી બનાવવા માટે સોનીએ સતત 100 કલાક મહેનત કરી છે. તેમણે રામમંદિરની ઉજવણીની યાદમાં રીંગ બનાવી છે.
 
રામભક્ત રાજન સોની ભગવાન રામની પ્રસાદી સ્વરૂપે આ વીંટી પોતાની પાસે જ રાખશે.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર